નવી દિલ્હી: દિવાળી પહેલાં સોનું (Gold) ના ભાવ ઝડપથી વધવા લાગ્યો છે. જો તમે દિવાળીના પહેલાં અઠવાડિયામાં સોનું ખરીદવા માંગો છો તો તેના માટે તમારે વધુ કિંમત ચૂકવવી પડી શકે છે. MCX પર સોનું ડિસેમ્બર વાયદા 52,000ની ઉપર પહોંચી ગયું છે. આગળ પન સોનાની કિંમતમાં નરમાઇની આશા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમારી સહયોગી ચેનલ ઝી બિઝનેસે ગોલ્ડની કિંમતો પર 10 બ્રોકર્સનો એક પોલ (Brokers Poll)કર્યો છે. જેમાં એ સ્પષ્ટ થઇ જાય છે કે સોનું દિવાળીના પહેલાં અઠવાડિયામાં 53,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. 


ગોલ્ડની કિંમતો પર બ્રોકર્સ પોલ
આ બ્રોકર્સ પોલના અનુસાર 40 ટકા બ્રોકર્સનું માનવું છે કે દિવાળીના પહેલાં અઠવાડિયામાં સોનાનો ભાવ 51,500-52,000 વચ્ચે રહી શકે છે, જ્યારે 60 ટકા બ્રોકર્સનું માનવું છે કે 52,200-53,000 પ્રતિ 10 ગ્રામ વચ્ચે રહી શકે છે. 


દિવાળીના અઠવાડિયામાં શું રહેશે સોનાનો ભાવ


બ્રોકરેજ હાઉસ ભાવ (રૂપિયા/10 ગ્રામ)
કેડિયા કમોડિટી 53,000
કોટક સિક્યોરિટીઝ 52,500
એક્સિસ સિક્યોરિટીઝ 52,500
રેલિગેયર બ્રોકિંગ 52,200
મોતીલાલ ઓસવાલ 52,250
ચોઇસ બ્રેકીંગ 52,200
આનંદ રાઠી 52,200
નિર્મલ બંગ 52,200
SMC કૉમટ્રેડ 51,800
પૃથ્વી ફિનમાર્ટ 51,500

આગળ કેવો રહેશે સોનાનો ભાવ
IBJA ના સેક્રેટરી સુરેન્દ્ર મહેતાના અનુસાર 'અમેરિકાની ચૂંટણી પુરી થઇ ગઇ છે. એટલા માટે સોનાની કિંમતોમાં કોઇ વધુ તેજી રહેશે નહી. દિવાળીના 3-4 દિવસ પહેલાં જરૂર ભાવ 52200-53000 રૂપિયા સુધી જોવા મળી શકે છે. 


તેમણે કહ્યું કે માર્હ્કમાં જ્યારે લોકડાઉન લાગૂ થયું તો ત્યારથી લઇને અત્યાર સુધી ગોલ્ડની કિંમતોમાં 43 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. પરંતુ હવે  કોઇ એવી ઇવેંટ નથી. આપણે કોરોના વેક્સીનની ખૂબ નજીક છીએ, અમેરિકાની ચૂંટણી પુરી થઇ ગઇ છે અને ચિત્ર સ્પષ્ટ થઇ ચૂક્યું છે. ધીમે ધીમે તમામ દેશોમાં ઇંડસ્ટ્રિયલ આઉટપુટ વધી રહ્યા છે. 


તમારા શહેરમાં આજે સોનાનો ભાવ


Paisabazaar.com ના અનુસાર આજે અલગ અલગ શહેરોમા6 24 કેરેટ સોનાનો ભાવ શું છે. અહીં જુઓ 


શહેર  ભાવ (રૂપિયા/10 ગ્રામ)
દિલ્હી 51,509
મુંબઇ 51,570
અમદાવાદ 51,611
કલકત્તા 51,766
પુણે 51,569
ચેન્નઇ 51,590
લખનઉ 51,511
ભોપાલ 51,595
જયપુર 51,646
ચંદીગઢ 55,490
પટના 51,560

બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube