આજે ફરીથી સોનાની કિંમતમાં થયો મોટો ઘટાડો, ચાંદીને પણ પછડાટ
ઔદ્યોગિક એકમો અને સિક્કા નિર્માતાઓની માંગમાં થયેલા ઘટાડાના પગલે સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો
નવી દિલ્હી : નબળા વૈશ્વિક વલણ વચ્ચે સોનાની માંગ ઘટવાનાં કારણે દિલ્હીનાં સર્રાફા બજારમાં સોનું 290 રૂપિયા ઘટીને 30,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યું. ઔદ્યોગિક એકમો અને સિક્કા નિર્માતાઓની માંગ ઘટવાનાં કારણે ચાંદી 715 રૂપિયા ઘટીને 38 હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી હતી. વેપારીઓએ કહ્યું કે, ડોલર મજબુતીથી વૈશ્વિક સ્તર પર કિમતી ધાતુઓમાં ઘટાડો રહ્યો અને સોનું ઘટીને 19 મહિનાનાં તળીયે પહોંચ્યું હતું.
ગિન્નીમાં પણ નોંધાયો ઘટાડો
વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં સોનું બુધવારે 1.59 ટકાનો ઘટાડો 1,174.70 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 4.16 ટકા ઘટીને 14.41 ડોલર પ્રતિ ઔંસ રહી હતી. તે ઉપરાંત સ્થાનીક આભૂષણ વેપારીઓ અને છુટક વેપારીઓની નબળી માંગનાં કારણે સોનાનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. રાજધાનીમાં 99.9 ટકા અને 99.5 ટકા શુદ્ધતાવાળું સોનું ક્રમશ 290-290 રૂપિયા ઘટીને 30,340 રૂપિયા અને 20,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું હતું. આઠ ગ્રામ ગિન્ની પણ હવે 100 રૂપિયા તુટીને 24,500 રૂપિયા પ્રતિ એકમ રહી ગઇ હતી.
બીજી તરફ ચાંતી હાજર 715 રૂપિયા ઘટીને 28 હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને સાપ્તાહિક ડિલીવરી 1,035 રૂપિયા ઘટીને 36,705 રૂપિયા પ્રતિકિલોગ્રામ પર રહી હતી. આ દરમિયાન ચાંદી સિક્કા લેવાલ અને વેચવાલી પણ 1000-1000 રૂપિયા ઘટીને 72 હજાર રૂપિયા અને 73 હજાર રૂપિયા પ્રતિ 100 પર રહી. તેમાં મંગળવારે સોનાની કિંમતમાં 30 રૂપિયાનો ઘટાડો આવ્યો હતો અને કિંમત 30,630 રૂપિયા રહી ગઇ હતી.