Gold Rate Today: બીજે નોરતે સોનું જબ્બર ઉછળ્યું, 10 ગ્રામ સોનાનો ભાવ જાણી ધબકારા વધી જશે
આંતરરાષ્ટ્રીય બજારમાં જિયો પોલિટિકલ ટેન્શન વચ્ચે ડોલર મજબૂત થયો છે. જેના કારણે પણ કોમેક્સ પર ગોલ્ડ અને સિલ્વર મજબૂત જોવા મળી રહ્યા છે. જેના પગલે તહેવારોમાં પણ સોના-ચાંદી ઉછળ્યા છે. જાણો લેટેસ્ટ રેટ...
કોમોડિટી બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સતત એક્શન જોવા મળ્યું છે. શરાફા બજારમાં પણ ફેસ્ટિવ સીઝનમાં વધતી ડિમાન્ડથી સતત સોના અને ચાંદીના ભાવ વધ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જિયો પોલિટિકલ ટેન્શન વચ્ચે ડોલર મજબૂત થયો છે. તેની પણ કોમેક્સ પર ગોલ્ડ અને સિલ્વરના ભાવ પર અસર છે. જેના પગલે તહેવારોમાં સોનું અને ચાંદી ખરીદવું મોંઘુ પડી રહ્યું છે.
વાયદા બજારમાં ભાવ
વાયદા બજારમાં આજે મેટલ્સના ભાવ ચડ્યા છે. MCX પર સોનું સવારે 168 રૂપિયા ચડીને 75,687 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું. જે કાલે 75,519 રૂપિયા પર બંધ થયું હતું. આ દરમિયાન ચાંદી 265 રૂપિયા ઉછળીને 93,243 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળી. જે કાલે 92,978 પર ક્લોઝ થઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું હળવી તેજી સાથે 2675 ડોલરની આસપાસ હતું. જ્યારે ચાંદી એક ટકો ઉછળીને 32 ડોલર પ્રતિ ઔંસ આસપાસ હતી. પરંતુ ડોલરમાં મજબૂતીથી બેસ મેટલ્સ 2 ટકા સુધી તૂટી હતી.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 467 રૂપિયા ઉછળીને 76,082 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. જે કાલે 75,615 રૂપિયા પર બંધ થયું હતું. જ્યારે ચાંદી 1615 રૂપિયા ચડીને 92,286 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી છે. જે કાલે 90671 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
વેપારીઓનું કહેવું છે કે નવરાત્રીની શરૂઆતમાં માંગ વધવાના કારણે ધારણા સારી થઈ છે. નવરાત્રી દરમિયાન સોના ચાંદીની ખરીદી શુભ મનાય છે. જિયોજીત ફાઈનાન્શિયલ સર્વિસિસના જિન્સ પ્રમુખ હરીશ વીએ કહ્યું કે તહેવારોની બિઝી સીઝન વચ્ચે દાગીનાઓની માંગણીમાં સંભવિત વધારો અને નબળા ભારતીય રૂપિયાએ પણ ઘરેલુ બજારમાં સોનામાં તેજીને સમર્થન આપ્યું.
ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.