Gold Price Down: બજેટ બાદ સોનાની કિંમતમાં સતત ઘટાડો, 7 મહિનામાં સૌથી નીચલા સ્તરે પહોંચ્યા ભાવ
Gold Price Down: સોનાની કિંમતોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. શુક્રવારે સપ્તાહના છેલ્લા દિવસે પણ સોનાના ભાવમાં ઘટાડો થયો. શુક્રવારે સોનાનો ભાવ 47270 પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો.
નવી દિલ્હીઃ સોના-ચાંદી (Gold-silver) ની કિંમતોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 1 ફેબ્રુઆરીએ બજેટ બાદથી જે સિલસિલો શરૂ થયો તે શુક્રવારે પણ જારી રહ્યો. સોનું 7 મહિનામાં સૌથી નિચલા સ્તરે પહોંચી ગયું છે. આગામી સપ્તાહે પણ સોનાના ભાવ ઘટી શકે છે. સોમવારે બજાર ખુલશે તો સોનાની કિંમત પર શું અસર પડે છે તેના પર દેશની નજર છે.
છેલ્લા છ દિવસમાં સોનાની કિંમત
1 ફેબ્રુઆરી બાદ સોનાની કિંમત સતત ઘટી રહી છે. અમે તમને છેલ્લા 5 દિવસમાં સોનાના ભાવની જાણકારી આપી રહ્યાં છીએ.
29 જાન્યુઆરી 49,830
1 ફેબ્રુઆરી 48,745
2 ફેબ્રુઆરી 48,537
3 ફેબ્રુઆરી 47,976
4 ફેબ્રુઆરી 47,544
5 ફેબ્રુઆરી 47,380
આ પણ વાંચોઃ Tesla ના બે મોડલ થશે ભારતમાં જલ્દી લોન્ચ, જાણો તેની ખાસિયત
કેમ ઘટી રહ્યાં છે સોનાના ભાવ
બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમન (Nirmala sitaraman) એ સોના અને ચાંદીની કિંમતો પર કસ્ટમ ડ્યૂટીને 12.5 ટકાથી ઘટાડી 7.5 ટકા કરી દીધી છે. નાણામંત્રીએ આ પગલુ સોનાની સ્મગલિંગ રોકવા માટે ઉઠાવ્યું છે. કસ્ટમ ડ્યૂટી ઘટવાથી સોનું સસ્તું થઈ રહ્યું છે. આ સિવાય વિશ્વની બજારમાં જે સ્થિતિ છે તેની અસર સોના-ચાંદીના ભાવ પર થઈ રહી છે. તમને જણાવી દઈએ કે જુલાઈ 2019માં સરકારે કસ્ટમ ડ્યૂટી 7.5 ટકાથી વધારી 10 ટકા કરી દીધી હતી.
સોનું કેટલું સોનું છે
છેલ્લા 5 દિવસમાં સોનાની કિંમત જરૂર ઘટી છે પરંતુ સોનું સારા રિટર્નની ઓળખ છે. રિયલ એસ્ટેટની તુલનામાં સોનાએ સારૂ રિટર્ન આપ્યું છે. રિયલ એસ્ટેટની કિંમતોમાં છેલ્લા કેટલાક સમયથી સ્થિરતા આવી ગઈ છે. 2020માં ગોલ્ડે તમામ એસેટ ક્લાસમાં સૌથી સારૂ રિટર્ન આપ્યું હતું. બજેટ પહેલા પણ સોનાની કિંમત સતત વધી રહી હતી, પરંતુ કસ્ટમ ડ્યૂટી ઘટાડ્યા બાદ કિંમતોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube