સોના અને ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો નોંધાયો છે. જો તમે સોના ચાંદીની ખરીદી કરવાનું વિચારતા હોવ તો આ તમારા માટે સોનેરી તક બની શકે છે. શરાફા અને વાયદા બજારમાં આજે કડાકો જોવા મળ્યો છે.વાયદા બજારમાં સોનું સુસ્ત હતું જ્યારે ચાંદીની પણ ઘટાડા સાથે શરૂઆત થઈ હતી. પરંતુ ત્યારબાદ તેમાં તેજી જોવા મળી અને 165 રૂપિયા ચાંદી ચડી ગઈ. વાયદા બજાર અને શરાફા બજારમાં સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 276 રૂપિયા તૂટીને 68,906 રૂપિયા પર ખુલ્યું. કાલે 69,182 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 253 રૂપિયા સસ્તુ થયું અને 63,118 રૂપિયા પર જોવા મળ્યું. કાલે 63,371 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદીની વાત કરીએ તો ચાંદી આજે ઝાઝો ફેરફાર જોવા મળ્યો નથી. 13 રૂપિયાના ઘટાડા સાથે ખુલીને 79,145 પર પહોંચી. કાલે ચાંદી 79,158 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 



વાયદા બજારમાં ભાવ
વાયદા બજારમાં આજે સોનું 25 રૂપિયા ઘટાડા સાથે 68,940 પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું. કાલે ક્લોઝિંગ 68,965 રૂપિયા પર થયું હતું. જ્યારે ચાંદીમાં પહેલા ઘટાડો જોવા મળ્યો પરંતુ ત્યારબાદ 165 રૂપિયાની તેજી  આવી અને તે 79,788 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી. ચાંદી કાલે 79,623 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 


આંતરરાષ્ટ્રીય બજારોમાં નબળું પડ્યું સોનું
વિદેશી બજારોમાં પણ સોનું નબળું પડ્યું હતું. ડોલર અને બોન્ડ યીલ્ડમાં મજબૂતીથી સોનું ગગડ્યું છે. યુએસ સ્પોટ ગોલ્ડ 0.80% તૂટીને  $2,388.34 પર ચાલી રહ્યું છે. જ્યારે ગોલ્ડ ફ્યૂચર્સ 0.5% ગગડીને 2,431.60 ડોલર પર છે. જો કે મિડલ ઈસ્ટમાં તણાવ અને આગામી મહિને અમેરિકામાં વ્યાજ દરોમાં કાપને પગલે આઉટલુક હજુ પણ મજબૂત જોવા મળી રહ્યું છે. 


કેમ આવ્યો ઘટાડો? આગળ વધશે ભાવ?
બજારના સૂત્રોએ કહ્યું કે દાગીના વેચનારાઓ અને રિટેલ ગ્રાહકો તરફથી માંગની કમીના કારણે સોનાના  ભાવમાં ઘટાડો થયો. HDFC Securitiesના શોધ વિશ્લેષક દિલીપ પરમાર મુજબ રૂપિયામાં નબળાઈ અને તહેવારની સીઝન પહેલા ભૌતિક માંગને કારણે ઘરેલુ સોનાના ભાવને સમર્થન મળવાની આશા છે. પરમારે કહ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતા, કેન્દ્રીય બેંકની માંગ અને ઓછા વ્યાજ દર સોનાના ભાવ માટે સારા સંકેત છે. 


ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.