સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. આજે વાયદા બજારમાં સોનાના ભાવમાં તેજી તો શરાફા બજારમાં સોનાના ભાવમાં કડાકો જોવા મળ્યો છે.  જો તમે પણ સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ ચેક કરી લો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 274 રૂપિયા ગગડીને 71,325 રૂપિયાના સ્તરે જોવા મળ્યું. કાલે 71,599 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 251 રૂપિયા તૂટીને 65,334 રૂપિયાની સપાટીએ પહોંચ્યું જે કાલે 65,585 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ આજે કડાકો જોવા મળ્યો છે. ચાંદી આદે 748 રૂપિયા ગગડીને 84,072 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચી છે. જે કાલે 84,820 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 



વાયદા બજારમાં ભાવ
વાયદા બજારમાં આજે સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. સોનું 214 રૂપિયા ચડીને 71,408 રૂપિયા પર જોવા મળ્યું જે કાલે 71,194 પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 289 રૂપિયાની તેજી સાથે 84,025 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી જે કાલે 83,736 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 


ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.