Gold Rate Today: જલદી કરો! સોનાના ભાવમાં જબરદસ્ત ઘટાડો, લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ
Gold Price Today: સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઘરેલુ બજારોની સાથે સાથે ઈન્ટરનેશનલ સ્પોટ માર્કેટમાં પણ બંનેના ભાવ ઘટ્યા છે.
બુલિયન માર્કેટમાં આજે સતત બીજા દિવસે નબળાઈ જોવા મળી રહી છે. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઘરેલુ બજારોની સાથે સાથે ઈન્ટરનેશનલ સ્પોટ માર્કેટમાં પણ બંનેના ભાવ ઘટ્યા છે. તેનું કારણ ડોલર ઈન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં ઉછાળાથી પણ દબાણ જોવા મળી રહ્યું છે. જો તમે પણ સોનું અને ચાંદી લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ ભાવ ખાસ જાણો....
સોના અને ચાંદીના આજના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 507 રૂપિયા તૂટીને 62101 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યું છે. ગઈ કાલે સોનાના ભાવ 62608 રૂપિયાની સપાટીએ બંધ થયા હતા. 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 464 રૂપિયા ગગડીને હાલ 56885 રૂપિયાની સપાટીએ છે. ચાંદીની વાત કરીએ તો ચાંદી હાલ પ્રતિ કિલો 656 રૂપિયા ઘટીને 71010 રૂપિયાના સ્તરે છે.
વાયદા બજારમાં પણ સસ્તું થયું સોનું
ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં નબળાઈ જોવા મળી છે. MCX પર સોનાના ભાવ લગભગ 50 રૂપિયાના ઘટાડા સાથે 61968 રૂપિયા પ્રતિ10 ગ્રામ પર કારોબાર થઈ રહ્યો છે. ચાંદીનો ભાવ પણ 200 રૂપિયા પડ્યો છે. MCX પર ચાંદીનો ભાવ 71900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ
ઈન્ટરનેશનલ સ્પોટ માર્કેટમાં પણ સોના અને ચાંદીમાં નરમાઈ જોવા મળી રહી છે. સોનાના રેટ કોમેક્સ પર 2030 ડોલર પ્રતિ ઔંસ નીચે નીચે ગગડ્યા છે. ચાંદી પણ કોમેક્સ પર 23 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર થઈ રહી છે.
કેમ તૂટ્યા ભાવ
સોના અને ચાંદીમાં આજે નરમાઈ જોવા મળી રહી છે. તેનું કારણ યીલ્ડ અને ડોલર ઈન્ડેક્સમાં ઉછાળો છે. ડોલર ઈન્ડેક્સ 103ને પાર એક મહિનાની ઊંચાઈએ પહોંચ્યો છે. જ્યારે ફેડ સદસ્ય ક્રિસ્ટોફર વાલરે કહ્યું કે વ્યાજ દરોમાં કાપમાં હજુ સમય લાગશે. કમેન્ટ્સ બાદ 10 વર્ષની બોન્ડ યીલ્ડ ઉછળીને 4ટકાને પાર પહોંચી ગયો છે.
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube