Gold Rate Today: કમૂરતામાં પણ સોનું કરવા લાગ્યું કૂદાકૂદ, વધતા ભાવ છાતીના પાટિયા બેસાડી દેશે, જાણો 22 કેરેટનો લેટેસ્ટ રેટ
Latest Gold Rate: કિંમતી ધાતુઓ સોનું અને ચાંદી બંને આજે તેજીમાં જોવા મળી રહ્યા છે. વાયદા બજાર અને રિટેલ બજારમાં ગોલ્ડ અને સિલ્વરના લેટેસ્ટ ભાવ ખાસ જાણો.
સોના અને ચાંદીમાં ધીરે ધીરે આ અઠવાડિયે ચડતી જોવા મળી રહી છે. ગ્લોબલ બજારોમાં પણ ગોલ્ડમાં એક દાયરામાં કારોબાર થઈ રહ્યો છે. શુક્રવારે ઘરેલુ વાયદા બજારમાં સોનું હળવી તેજી સાથે જોવા મળ્યું. જ્યારે ચાંદીમાં પણ વધારો જોવા મળ્યો. ચાંદી એકવાર ફરીથી 90 હજાર પાર કરવાના મૂડમાં જોવા મળી રહી છે. વાયદા બજાર અને રિટેલ બજારમાં સોના ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ જાણો.
વાયદા બજારમાં ભાવ
MCX પર આજે સવારે 10 વાગ્યાની આસપાસ ગોલ્ડ ફ્યૂચર 50 રૂપિયાની તેજી સાથે 76,877 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર ચાલી રહ્યો હતો. કાલના કારોબારમાં તે 76,827 રૂપિયા પર ક્લોઝ થયો હતો. ચાંદીમાં આ દરમિયાન 279 અંકની તેજી જોવા મળી અને મેટલ 89,915 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે જોવા મળી હતી. ગત કારોબારી સત્રમાં તે 89,636 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 299 રૂપિયા વધીને 76,635 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું. જે કાલે 76,336 રૂપિયાની સપાટીએ ક્લોઝ થયું હતું. જયારે ચાંદી 394 રૂપિયા ઉછળીને આજે 88,434 રૂપિયા પ્રતિ કિલોગ્રામની સપાટીએ પહોંચી છે જે કાલે 88,040 રૂપિયાના ભાવે ક્લોઝ થઈ હતી.
રિટેલ ભાવ પર ફેરવો નજર
ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.