તહેવારોના ટાણે સોના અને ચાંદીમાં સતત ભાવ વધારો ચાલુ છે. શરાફા બજાર અને વાયદા બજારમાં સોનાના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તો સોનાનો ભાવ ગત અઠવાડિયે 2640 ડોલરના રેકોર્ડ સ્તર પર પહોંચ્યો હતો. જેની અસર ઘરેલુ બજારોમાં પણ જોવા મળી હતી. જો કે શરાફા બજારમાં ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. જો તમે પણ સોના અને ચાંદીના દાગીના કે ઈન્વેસ્ટમેન્ટ માટે કિમતી ધાતુઓ ખરીદવાનું વિચારતા હોવ તો સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ ચેક કરો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 440 રૂપિયા ઉછળીને 74,533 રૂપિયા પર પહોંચ્યું છે. જ્યારે શુક્રવારે તે 74,093 પર ક્લોઝ થયું હતું. 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ આજે 403 રૂપિયા વધીને 68,272 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે જોવા મળ્યું જે શુક્રવારે 67,869 પર ક્લોઝ થયું હતું. ચાંદીની વાત કરીએ તો ચાંદી આજે ગગડી છે. 508 રૂપિયા તૂટીને ચાંદી આજે 88,409 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી છે. જે શુક્રવારે 88,917 પર ક્લોઝ થઈ હતી. 



સ્થાનિક બજારોમાં વેપારીઓએ કિંમતી ધાતુના ભાવમાં ઉછાળાનું કારણ તહેવારો અને લગ્નોની આગામી સીઝનને કારણે આભૂષણ વિક્રેતાઓ અને સ્ટોકિસ્ટ તરફથી આવી રહેલી માંગણીમાં તેજી ગણાવ્યું. 


વાયદા બજારમાં ભાવ
વાયદા બજાર (MCX) પર સોનાના ભાવની વાત કરીએ તો આજે 260 રૂપિયાની તેજી સાથે 74,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે. જે શુક્રવારે 74,040 રૂપિયા પર બંધ થયું હતું. ચાંદીમાં થોડી સુસ્તી હતી. તે 15 રૂપિયાના સામાન્ય વધારા સાથે 90,150 રૂપિયાના સ્તરે જોવા મળી જે ગત છેલ્લા સત્રમાં 90,135 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 


ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.