સોના અને ચાંદીમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. એક્સપર્ટ્સનું માનવું છે કે દુનિયાભરમાં વધતા ભૂ રાજનીતિક સંકટ વચ્ચે આવી રહેલું આ નવું સંકટ ગોલ્ડ અને સિલ્વરના ભાવને ઝડપથી વધારી શકે છે. આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના  ભાવમાં લગભગ 10 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ  સુધીનો વધારો થઈ ચૂક્યો છે. એ જ રીતે ચાંદીમાં પણ આ વર્ષે પ્રતિ કિલો 10 હજાર જેટલો વધારો જોવા મળ્યો છે. જો કે ગઈ કાલે સાંજે જ્યારે ક્લોઝિંગ રેટ સામે આવ્યા તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. જાણો શું હતાં સોના અને ચાંદીના ભાવ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોના અને ચાંદીના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ ગઈ  કાલે સાંજે જ્યારે ક્લોઝિંગ રેટ્સ બહાર પડ્યા તો 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં 212 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અને ભાવ 73302 રૂપિયાના સ્તરે પહોંચ્યો. આજે રામનવમીની જાહેર રજા હોવાથી ભાવ જાહેર કરાયા નથી. એ જ રીતે ક્લોઝિંગ રેટ્સમાં 916 પ્યોરિટીવાળા 10 ગ્રામ ગોલ્ડનો રેટ પણ 194 રૂપિયા ઘટીને 67145 રૂપિયાના સ્તરે પહોંચ્યો. ચાંદીમાં પણ મામૂલી ઘટાડો જોવા મળ્યો. પ્રતિ કિલો 419 રૂપિયા ઘટતા ભાવ 83213 રૂપિયા પ્રતિ કિલો જોવા મળ્યો. નવા ભાવ આજે જાહેર કરાયા નથી. 



આટલો વધી ગયો ભાવ
વર્ષ 2024ની શરૂઆતમાં પહેલી જાન્યુઆરીએ સોનાનો ભાવ 63302 રૂપિયા હતો. જ્યારે આજે સોનાનો ભાવ 73302 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. જે જોતા આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં લગભગ 100 દિવસમાં જ 10212 રૂપિયા જેટલો સોનામાં ભાવ વધી ગયો છે. જ્યારે ચાંદીનો ભાવ 1 જાન્યુઆરીએ 73395 રૂપિયા પ્રતિ કિલો હતો જે આજે 83213 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે એટલે કે ચાંદીમાં પણ 10 હજાર રૂપિયા જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube