Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો આજે કેટલું મોંઘુ થયું સોનું
Gold-Silver Rate Today: ભારતીય શરાફા બજારમાં આજે સવારે સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી.999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીના ભાવ 67 હજારને પાર પહોંચી ગયા છે. જાણો સોનાની શું છે સ્થિતિ? જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે.
Gold Rate Today: ભારતીય શરાફા બજારમાં આજે સવારે સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી. લેટેસ્ટ રેટ પર નજર ફેરવીએ તો 999 પ્યોરિટીવાળા દસ ગ્રામ સોનાના ભાવમાં 56 રૂપિયાનો વધારો થયો અને ભાવ 53 હજારને પાર રહ્યો છે જ્યારે 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીના ભાવ 67 હજારને પાર પહોંચી ગયા છે.
અધિકૃત વેબસાઈટ ibjarates.com ના ભાવ મુજબ આજે સવારે 995 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાના ભાવ 55 રૂપિયા વધીને 53748 રૂપિયા પહોંચી ગયા છે. જ્યારે 916 પ્યોરિટીવાળા સોનાનો ભાવ 52 રૂપિયા વધીને 49431 થયો છે. આ ઉપરાંત 750 પ્યોરિટીવાળા સોનાના ભાવ 42 રૂપિયા વધીને 10 ગ્રામના 40473 રૂપિયા થયો છે. જ્યારે 585 પ્યોરિટીવાળા ગોલ્ડની કિંમત 32 રૂપિયા વધીને 31568 રૂપિયા થઈ છે. જ્યારે 999 પ્યોરિટીવાળી ચાંદી એક કિલોના 67040ના સ્તરે છે. જેમાં કિલોએ 18 રૂપિયાનો વધારો થયો છે.
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે.
આ વીડિયો પણ ખાસ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube