Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો, લેવાનું વિચારતા હોવ તો ખાસ જાણો લેટેસ્ટ રેટ
Gold Rate Today: સોના ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આજે બજાર ખુલતા પાછો સોનાના ભાવમાં કડાકો જોવા મળ્યો.
Gold Rate Today: સોના ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આજે બજાર ખુલતા પાછો સોનાના ભાવમાં કડાકો જોવા મળ્યો. ગઈ કાલે શરાફા બજારમાં સોનું 61585 રૂપિયાના ભાવે બંધ થયું હતું અને આજે તેમાં મોટો કડાકો જોવા મળ્યો છે. ચાંદીમાં પણ ભાવ તૂટ્યા છે.
આજનો લેટેસ્ટ રેટ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ ગઈ કાલે 61585 રૂપિયાના સ્તરે બંધ થયું હતું. જે આજે 548 રૂપિયા તૂટીને 61037 ના સ્તરે જોવા મળ્યો છે. એ જ રીતે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 502 રૂપિયા તૂટીને હાલ 55909 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. ચાંદીની વાત કરીએ તો ચાંદી પ્રતિ કિલો 2441 રૂપિયાનો જબરદસ્ત કડાકો જોવા મળ્યો છે. ભાવ હાલ પ્રતિ કિલો 72354 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. ગઈ કાલે ચાંદીનો ભાવ પ્રતિ કિલો 74795 રૂપિયા પર બંધ થયો હતો.
(સોનાના ભાવ 10 ગ્રામ પ્રમાણે છે અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો છે)
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે.
એપ દ્વારા ચેક કરી શકો છો પ્યોરિટી
જો તમે પણ માર્કેટમાં સોનાની ખરીદી કરવા જઈ રહ્યા હોવ તો હોલમાર્ક જોઈને જ ગોલ્ડ ખરીદો. સોનાની શુદ્ધતા ચેક કરવા માટે તમે સરકારી એપનો પણ ઉપયોગ કરી શકો છો. ‘BIS Care app’ દ્વારા તમે ગોલ્ડની પ્યોરિટી ચેક કરી શકો છો કે તે અસલી છે કે નકલી. આ સિવાય તમે આ એપ દ્વારા ફરિયાદ પણ કરી શકો છો.
24, 22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube