Today Gold Rate: સોના અને ચાંદીના ભાવનમાં સતત તેજી ચાલુ છે. અઠવાડિયાના પહેલા દિવસે આજે ફરીથી સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે સોનાનો ભાવ 52500 રૂપિયાની સપાટી કૂદાવી ગયો છે. જો તમે પણ આવનારા દિવસોમાં સોનું અથવા કોઈ જ્વેલરી  ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો ફટાફટ અત્યારે જ વિચારી લેજો. એક્સપર્ટ્સનું માનવું છે કે વર્ષ 2022ના અંત સુધીમાં સોનાનો ભાવ 54000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી જવાની શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનું થયું મોંઘુ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સોનાના ભાવમાં 0.49 ટકાની તેજી જોવા મળી છે. આ વધારા સાથે ગોલ્ડ 52588 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. 


ચાંદી પણ મોંઘી થઈ
આ ઉપરાંત ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. આજે ચાંદી 0.22 ટકાની તેજી સાથે 61708 રૂપિયા પ્રતિ કિલોના લેવલ પર જોવા મળી છે. 


આંતરરાષ્ટ્રીય બજારમાં નરમાઈ
જો આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો અહીં આજે સોના અને ચાંદીમાં નરમાઈ જોવા મળી છે. સોમવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ 0.27 ટકા તૂટીને 1,765.62  ડોલર પ્રતિ ઔંસ થયો. જ્યારે ચાંદીનો ભાવ પણ 0.44 ટકા તૂટીને 21.06 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયો. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube