Gold Rate Today: મારી નાખ્યા! ભાવમાં મોટો ઉછાળો, સોનાએ આજે ફરી બનાવ્યો રેકોર્ડ, જાણો કેટલું મોંઘુ થયું સોનું?
Gold-Silver Price Today, 7 March 2024: સોના અને ચાંદીના ભાવે આજે માર્કેટમાં એક નવો રેકોર્ડ હાઈ બનાવ્યો છે. એમસીએક્સ પર સોનાનો ભાવ આજે 65,205 પ્રતિ 10 ગ્રામના લેવલ પર ખુલ્યો. જ્યારે ઈન્ટ્રા ડેમાં 65,298 રૂપિયાને ટચ કરી ગયો.
Gold-Silver Price Today, 7 March 2024: સોના અને ચાંદીના ભાવે આજે માર્કેટમાં એક નવો રેકોર્ડ હાઈ બનાવ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ગોલ્ડનો ભાવ પ્રતિ 10 ગ્રામ 65,298 પર પહોંચ્યો છે. જ્યારે ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. અમેરિકી સેનેટમાં યુએસ ફેડની ગવાહી બાદ અમેરિકી ડોલર સૂચકાંક પાંચ સપ્તાહના નીચલા સ્તરે પહોંચી ગયો.
એમસીએક્સ પર ગોલ્ડ
એમસીએક્સ પર સોનાનો ભાવ આજે 65,205 પ્રતિ 10 ગ્રામના લેવલ પર ખુલ્યો. જ્યારે ઈન્ટ્રા ડેમાં 65,298 રૂપિયાને ટચ કરી ગયો. આજે ચાંદીનો ભાવ 0.07 ટકાની તેજી સાથે 74190 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળ્યો.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે 556 રૂપિયાની તેજી સાથે ભાવ 65049 રૂપિયા પર જોવા મળ્યો છે. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 509 રૂપિયાના વધારા સાથે 59584 રૂપિયાના સ્તરે છે. ચાંદીમાં 411 રૂપિયાના વધારા સાથે ભાવ 72121 રૂપિયા પ્રતિ કિલો જોવા મળ્યો છે.
કેમ વધી રહ્યા છે સોનાના ભાવ
બુધવારે અમેરિકી ફેડ પ્રમુખ જેરોમ પોવેલે સંકેત આપ્યો કે આ વર્ષે દરમાં કાપ શરૂ થઈ જશે. અમેરિકી અર્થવ્યવસ્થા પર ફુગાવાનું દબાણ ઓછું થઈ ગયું છે. તેનાથી બોન્ડ અને મુદ્રા બજારમાં નફાવસુલી શરૂ થઈ ગઈ છે. જેનાથી અમેરેકી ડોલર ઈન્ડેક્સ 5 સપ્તાહના નીચલા સ્તરે પહોંચી ગયો છે.
ગ્લોબલ માર્કેટમાં મોંઘુ સોનું
વૈશ્વિક બજારમાં વાત કરીએ તો અહીં પણ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. હાજર સોનાનો ભાવ 2150 ડોલર પ્રતિ ઔંસની આજુબાજુ જોવા મળ્યો છે. કોમેક્સ પર સોનાનો ગ્લોબલ વાયદા ભાવ 0.25 ટકા કે 5.40 ડોલરના વધારા સાથે 2163.60 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ગ્લોબલ માર્કેટમાં કોમેક્સ પર ચાંદીના વાયદા ભાવ 0.58 ટકા કે 0.14 ડોલરના ઘટાડા સાથે 24.35 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી. જ્યારે ચાંદીનો વૈશ્વિક હાજર ભાવ ઘટાડા સાથે 24.16 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube