Gold Rate Today: ઓ બાપરે! એક જ ઝટકે આટલો બધો વધી ગયો સોનાનો ભાવ? ફટાફટ ચેક કરી લો લેટેસ્ટ રેટ
Today Gold Rate: આ અઠવાડિયે સોનાના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. આજે પણ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો. વાયદા બજાર અને શરાફા બજાર બંનેમાં સોનાના ભાવ વધેલા જોવા મળ્યા છે. લેટેસ્ટ રેટ જાણો.
Latest Gold Rate: ગયા અઠવાડિયે બજેટ બાદ જે રીતે સોનાના ભાવ ગગડ્યા હતા તે જોતા સોનું ખરીદવા માટે ઈચ્છા ધરાવનારા લોકો ખુશખુશાલ થઈ ગયા હતા પરંતુ આ બધુ ક્ષણિક આનંદ જેવું લાગ્યું કારણ કે હવે આ અઠવાડિયે સોનાના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. આજે પણ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો. વાયદા બજાર અને શરાફા બજાર બંનેમાં સોનાના ભાવ વધેલા જોવા મળ્યા છે. જો તમે પણ લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ ભાવ ખાસ ચેક કરી લો.
વાયદા બજારમાં ભાવ
ભારતીય વાયદા બજારમાં આજે સોનું એક જ ઝટકે 600 રૂપિયાથી વધુ મોંઘુ થઈ ગયું. ચાંદી પણ 500 રૂપિયાથી વધુ ઉપર ચડી છે. સોનામાં એક અઠવાડિયામાં લગભગ 2300 રૂપિયા વધ્યા છે જ્યારે MCX પર ચાંદી 84,000 ના સ્તરને પાર કરી ગઈ છે. MCX પર સોનું આજે સવારે 612 રૂપિયાની તેજી સાથે 69,624 રૂપિયા પ્રલતિ 10 ગ્રામ જોવા મળ્યું. ગત કારોબારી સત્રમાં 69,011 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 564 રૂપિયાની તેજી સાથે 84,160 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે જોવા મળી. જે ગત કારોબારી સત્રમાં 83,596 પર બંધ થઈ હતી.
શરાફા બજારમાં પણ સોનું ઉછળ્યું
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું આજે 596 રૂપિયા ઉછળીને 69,905 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. કાલે ક્લોઝિંગ રેટમાં 69,309 રૂપિયાનો ભાવ જોવા મળ્યો હતો. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 546 રૂપિયા વધીને 64,033 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. ચાંદીની વાત કરીએ તો ચાંદી આજે 568 રૂપિયા ઉછળીને 83,542 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચી છે. કાલે 82,974 રૂપિયાના સ્તરે ક્લોઝ થઈ હતી.
ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી.
વિદેશી બજારોમાં પણ તેજી
વિદેશી બજારોમાં પણ વ્યાજ દરોમાં કાપની તસવીર સાફ થવાના પગલે સોનું બે અઠવાડિયાના હાઈ પર જોવા મળી રહ્યું છે. યુએસ ફેડની બેઠક બાદ ગ્લોબલ માર્કેટમાં સોનાના ભાવ નવી ઊંચાઈ પર પહોંચ્યા છે. COMEX પર ગોલ્ડ 2,490 ડોલરના નવા રેકોર્ડ હાઈ નજીક પહોંચ્યું હતું. સ્પોટ ગોલ્ડ 2,448 ડોલર પ્રતિ ઔંસ પર હતું. યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.8 ટકાની તેજી સાથે 2,492 ડોલર પ્રતિ ઔંસ હતું.