ભારતીય શરાફા બજારમાં આજે સોનાના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો જોવા મળી રહ્યો છે. ચાંદી પણ સસ્તી થઈ છે. શુક્રવારે સાંજે 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ 62412 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો પરંતુ આજે કિંમતી ધાતુના ભાવ ગગડી ગયા છે. હાલ લગ્નગાળો ચાલુ હોવાથી એવા સમયે સોનાના ભાવમાં જબરદસ્ત કડાકો જોવા મળી રહ્યો છે. જો તમારે લગડી કે દાગીના લેવા હોય તો ફટાફટ લેટેસ્ટ રેટ ચેક કરી લો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજનો સોનાનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 820 રૂપિયા તૂટીને હાલ 61595 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ હાલ 751 રૂપિયા ગગડીને 56421 રૂપિયાના સ્તરે છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી પ્રતિ કિલો 2023 રૂપિયા ગગડીને 71688 રૂપિયાના સ્તરે છે. શુક્રવારે જ્યારે બજાર બંધ થયું ત્યારે ચાંદીના ભાવ 73711 રૂપિયા પ્રતિ કિલો હતા. 



મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 


કેવી રીતે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાના ભાવ ઘણું ઘરું બજારમાં સોનાની ડિમાન્ડ અને સપ્લાયના આધારે નક્કી થાય છે. સોનાની માંગણી વધશે તો રેટ પણ વધશે. ગોલ્ડનો સપ્લાય વધશે તો ભાવ ઘટશે. સોનાની કિંમત વૈશ્વિક આર્થિક સ્થિતિઓથી પણ પ્રભાવિત થાય છે. દાખલા તરીકે જો ઈન્ટરનેશનલ ઈકોનોમી ખરાબ પ્રદર્શન કરી રહી છે તો રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે ગોલ્ડમાં રોકાણ કરશે. તેનાથી સોનાની કિંમત વધી જશે. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube