સોના અને ચાંદીમાં આજે ફરીથી ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય  બજારમાં નબળાઈની અસર ભારતીય વાયદા બજારમાં પણ જોવા મળી રહી છે. જો કે શરાફા બજારમાં સપાટ ભાવ જોવા મળ્યા છે. જો સોનું અને ચાંદી લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ ભાવ ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયદા બજારમાં ભાવ
MCX પર ગોલ્ડ આજે સવારે 300 રૂપિયા ગગડીને 71,130 રૂપિયાના સ્તરે જોવા મળ્યું. કાલે તે 71,438 ના સ્તરે બંધ થયું હતું. ચાંદીમાં તો વધુ ઘટાડો જોવા મળ્યો છે. MCX પર ચાંદી 1430 રૂપિયાના ઘટાડા સાથે 88,592 ના સ્તરે જોવા મળી જ્યારે સોમવારે ચાંદી 90,022 રૂપિયા પ્રતિ કિલો પર ક્લોઝ થઈ હતી. 


કેમ આવ્યો છે સોના ચાંદીમાં ઘટાડો
સોના અને ચાંદીમાં ઘટાડા પાછળનું કારણ આંતરરાષ્ટ્રીય બજારોમાં આવેલી નબળાઈ છે. મંગળવારથી યુએસ ફેડરલ રિઝર્વ બેંકની બેઠક શરૂ થઈ રહી છે અને જોબ ડેટાને જોતા એવું નથી લાગતું કે સપ્ટેમ્બરમાં રેટ કટના સંકેત મળશે. જ્યારે અમેરિકાના રિટેલ મોંઘવારીના આંકડા પણ આવવાના છે. તેના પહેલા આંતરરાષ્ટ્રીય બજારમાં મેટલ્સમાં નબળાઈ જોવા મળી રહી છે. ઉપરથી ચીને પણ સોનામાં  ખરીદી પર બ્રેક લગાવ્યો છે. જ્યાં સુધી ભાવ મે મહિનાના રેકોર્ડ હાઈથી નીચે ન આવે ત્યાં સુધી ખરીદી શરૂ થશે નહીં. તેના કારણે પણ સોનું નબળું પડ્યું છે. 


સ્પોટ ગોલ્ડ 0.3 ટકા ગગડીને 2302 ડોલર પ્રતિ ઔંસ પહોંચી ગયું છે. જ્યારે યુએસ ગોલ્ડ ફ્યૂચર 0.3 ટકા તૂટીને 2320 પર છે. ચાંદીમાં પણ ઘટાડો નોંધાયો છે. સ્પોટ સિલ્વર 1.99 ટકા તૂટીને 29.22 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે. 


શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે બહુ એક્શન જોવા મળી નથી. આજે સોનું મામૂલી 16 રૂપિયાના વધારા સાથે 71192 રૂપિયાના સ્તરે જોવા મળ્યું. ગઈ કાલે સવારે બજાર ખુલતા સોનામાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જો કે આજે ચાંદીમાં નરમાઈ ચાલુ જોવા મળી છે. આજે શુદ્ધ ચાંદીમાં 1634 રૂપિયાના કડાકો જોવા મળ્યો છે અને ભાવ પ્રતિ કિલો 87294 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.