Gold Price Today: અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે સોમવારે સોનાના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. ઘરેલુ બજારોની સાથે સાથે કોમેક્સ ઉપર પણ સોનું પછડાયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડનો રેટ 0.13 ટકા પડ્યો છે. એમસીએક્સ પર જો કે ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે સોનાના ભાવમાં ઘટાડાનું કારણ બોન્ડ યીલ્ડ અને ડોલર ઈન્ડેક્સમાં જોવા મળી રહેલી મજબૂતાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરેલુ બજારમાં સોના અને ચાંદીના ભાવ
ઘરેલુ વાયદા બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનાનો ભાવ MCX પર 83 રૂપિયા તૂટીને 62211 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ચાંદીનો ભાવ 426 રૂપિયા ઉછળીને 71200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળી રહ્યો છે. 


વિદેશી બજારોમાં ભાવ
ડોલર ઈન્ડેક્સમાં મજબૂતાઈ અને હાયર ટ્રેઝરી યીલ્ડ્સમાં મજબૂતાઈથી કોમેક્સ પર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. કોમેક્સ પર ગોલ્ડનો ભાવ 0.13 ટકા ગગડીને 2049 ડોલર છે. આનંદ રાઠી કોમોડિટિઝ એન્ડ કરન્સીઝના સીનિયર ટેક્નિકલ એન્ડ ડેરિવેટિવ્સ રિસર્ચ એનાલિસ્ટ નેહા કુરૈશીએ સોનાના ફેબ્રુઆરી વાયદા 62300 રૂપિયા પર વેચવાની સલાહ આપેલી છે. સ્ટોપ લોસ 62600 રૂપિયા અને ટાર્ગેટ પ્રાઈસ 61800 રૂપિયા રાખવામાં આવી છે. 


શરાફા બજારમાં ભાવ
શરાફા બજારમાં સોના અને ચાંદીની વાત કરીએ તો ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 244 રૂપિયા ગગડીને 62380 રૂપિયા જોવા મળી રહ્યું છે. 9મી ફેબ્રુઆરી 2024 એટલે કે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શુક્રવારે સોનું 62624 રૂપિયા પર બંધ થયું હતું. જ્યારે 916 પ્યોરિટીવાળું ગોલ્ડ આજે 242 રૂપિયા તૂટીને હાલ 62131 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યું છે. ચાંદીની વાત કરીએ તો અહીં પણ ચાંદી ઉછાળા મારી રહી છે. આજે ચાંદીનો ભાવ પ્રતિ કિલો 217 રૂપિયા ઉછળીને પ્રતિ કિલો 70855 રૂપિયાના સ્તરે છે. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.