Gold Rate Today: સોનામાં ભારે ઉથલપાથલ, ચાંદી પણ ભાગવા લાગી, લેવાનું વિચારતા હોવ તો થોભો! પહેલા ચેક કરો લેટેસ્ટ રેટ
Gold Rate Today: બે દિવસ પછડાયા બાદ હવે પાછું સોના અને ચાંદી ઉછળ્યા છે. જો કે વાયદા બજારમાં આજે સુસ્તી જોવા મળી છે. જો તમે પણ દાગીના કે પછી લગડી લેવાનું વિચારતા હોવ તો ખાસ ચેક કરો આજનો ભાવ...
છેલ્લા કેટલાક સમયથી કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. સતત તેજી ત્યારબાદ મંદી, પછી વળી પાછી તેજી...સિલસિલો ચાલતો જવા મળી રહ્યો છે. બે દિવસ પછડાયા બાદ હવે પાછું સોના અને ચાંદી ઉછળ્યા છે. જો કે વાયદા બજારમાં આજે સુસ્તી જોવા મળી છે. જો તમે પણ દાગીના કે પછી લગડી લેવાનું વિચારતા હોવ તો ખાસ ચેક કરો આજનો ભાવ...
શરાફા બજારમાં ઉછળ્યું સોનું
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં ગઈ કાલે સાંજે કડાકો જોવા મળ્યા બાદ આજે ઓપનિંગ રેટમાં વધી પાછો ઉછાળો જોવા મળ્યો છે. 10 ગ્રામ પ્યોર ગોલ્ડનો ભાવ 155 રૂપિયા ઉછળીને 71600 રૂપિયા પર પહોંચ્યો છે. 22 કેરેટ સોનું એટલે કે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ પણ 142 રૂપિયા વધીને 65586 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે.
ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ વધારો જોવા મળ્યો છે. ઓપનિંગ રેટમાં 549 રૂપિયા વધીને ચાંદી પ્રતિ કિલો 88257 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે.
વાયદા બજારમાં ભાવ
MCX પર સોનું ગઈ કાલે ક્લોઝિંગ 71,490 રૂપિયા જોવા મળ્યું હતું જ્યારે આજે 71,488 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું. જો કે ચાંદીમાં વધારો જોવા મળ્યો હતો. ચાંદી 367 રૂપિયાની તેજી સાથે 89,030 રૂપિયા પર ટ્રેડ થઈ રહી હતી. ગઈ કાલે તે 88,663 રૂપિયાના સ્તરે ક્લોઝ થઈ હતી. ચાંદી ગત અઠવાડિયે જ્યાં 96,600 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ હતી ત્યાં હવે તે 90 હજારની નીચે આવી ગઈ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ
કોમેક્સ પર હાજર સોનું 0.1 ટકાની તેજી સાથે $2,312.70 પ્રતિ ઔંસ જોવા મળ્યુ. જ્યારે વાયદા બજારમાં તે કોઈ પણ ફેરફાર વગર $2,326.60 ના સ્તરે હતું. ફેડ ફેઠકમાં વ્યાજદરોમાં કાપના સમય અંગે સંકેત મળી શકે છે. મંગળવારે કોમેક્સ પર સોનામાં તેજી આવી હતી. કારણ કે વેપારીઓએ અમેરિકી ફેડરલ રિઝર્વની બેઠકના પરિણામ અને અમેરિકી મોંઘવારી આંકડાઓથી પહેલા પોતાના સોદાની કમીને પૂરી કરવા માટે ખરીદી કરી હતી. આ બેઠકથી વ્યાજદરોમાં કાપના સમય અંગે નવા સંકેત મળી શકે છે. ચાંદી 29.20 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી હતી જે ગત સેશનમાં 29.50 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થઈ હતી.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.