Gold Rate Today: રડાવી રહ્યું છે સોનું! એક જ ઝટકે સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ
Gold Rate Today: સોના અને ચાંદીના ભાવમાં તેજી માટે મોટું ટ્રિગર મોંઘવારીના આંકડા છે. અમેરિકામાં રિટેલ મોંઘવારી દર અંદાજા કરતા વધુ ઓછો રહ્યો. જૂનની મોંઘવારી 4 ટકાથી ઘટીને 3 ટકા પર આવી ગઈ. જ્યારે અંદાજો 3.1 ટકાનો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં મચેલી ઉથલપાથલની અસર ઘરેલુ બજારમાં પણ જોવા મળી રહી છે. MCX પર સોના અને ચાંદીમાં તેજી છે. સોનાના ભાવ 62 રૂપિયા વધીને 59250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યો છે. એ જ રીતે ચાંદીનો ભાવ પણ 300 રૂપિયા વધ્યો છે. MCX પર એક કિલો ચાંદીનો ભાવ 73851 રૂપિયા પર પહોંચ્યો છે. શરાફા બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 546 રૂપિયા વધીને 59329 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું ગોલ્ડ 497 રૂપિયાના વધારા સાથે 54345 રૂપિયાના સ્તરે છે. ચાંદીની વાત કરીએ તો શરાફા બજારમાં ચાંદી પ્રતિ કિલો 2519 રૂપિયાના વધારા સાથે 73296 રૂપિયાના સ્તરે પહોંચી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ
આંતરરાષ્ટ્રીય સ્પોટ માર્કેટમાં પણ સોનું અને ચાંદીની કિંમતોમાં તેજી છે. કોમેક્સ પર સોનાનો ભાવ 1965 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યો છે. સોનાનો ભાવ આજે 3 ડોલરથી વધુ ચડ્યો છે. એ જ રીતે ચાંદીની કિંમતોમાં પણ તેજી છે. કોમેક્સ પર ચાંદીનો ભાવ 24.44 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે.
GST બેઠકમાં લેવાયેલા નિર્ણયોથી તમને શું લાભ? કઈ વસ્તુઓ સસ્તી થઈ અને કઈ મોંઘી થશે
વાહ શું IPO આવ્યો છેઃ આજે લોન્ચ થતા રોકાણ કરવા તૂટી પડ્યા ઈન્વેસ્ટરો, જાણો વિગત
આ સ્ટોકે એક ઝટકામાં ઈન્વેસ્ટરોને બનાવી દીધા કંગાળ, ₹490 થી ઘટીને ₹5 પર આવી ગયો
સોના અને ચાંદીના ભાવમાં તેજી માટે મોટું ટ્રિગર મોંઘવારીના આંકડા છે. અમેરિકામાં રિટેલ મોંઘવારી દર અંદાજા કરતા વધુ ઓછો રહ્યો. જૂનની મોંઘવારી 4 ટકાથી ઘટીને 3 ટકા પર આવી ગઈ. જ્યારે અંદાજો 3.1 ટકાનો હતો.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube