Gold Rate: સોનું લેવાનું વિચારતા હોવ તો ખુશ થઈ જાઓ...ભાવમાં જોવા મળ્યો ઘટાડો, જાણો કેટલે પહોંચ્યું 10 ગ્રામ સોનું
Latest Gold Rate: કોમોડિટી બજારમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. આ સપ્તાહે સોના અને ચાંદીમાં તેજી અને મંદી બંને જોવા મળ્યા. સવારે તેજીમાં ખુલેલું સોનું સાંજ પડ્યે મંદીમાં ક્લોઝ થતું પણ જોવા મળ્યું. એકવાર ફરીથી સોનામાં આ રીતની સ્થિતિ જોવા મળી.
Latest Gold Rate: કોમોડિટી બજારમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. આ સપ્તાહે સોના અને ચાંદીમાં તેજી અને મંદી બંને જોવા મળ્યા. સવારે તેજીમાં ખુલેલું સોનું સાંજ પડ્યે મંદીમાં ક્લોઝ થતું પણ જોવા મળ્યું. એકવાર ફરીથી સોનામાં આ રીતની સ્થિતિ જોવા મળી. સોના અને ચાંદીમાં ચાલી રહેલા સતત ઉતાર ચડાવના કારણે સોનું લેવાનું વિચારતા લોકોના મન અસમંજસમાં જોવા મળી રહ્યા છે. આખરે ક્યાં પહોંચશે આ ભાવ અને હવે જો સોનું લેવું હોય તો કરવું શું. ચાલો સોનાના ભાવ પર એક નજર ફેરવી લઈએ.
સોનાનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું ગઈ કાલે સવારે ઓપનિંગ રેટમાં 252 રૂપિયા ઉછળીને 72,815 રૂપિયાના સ્તરે પહોંચ્યું હતું જે સાંજ પડતા 151 રૂપિયાના ઘટાડા સાથે 72664 રૂપિયાના સ્તરે ક્લોઝ થઈ. જ્યારે જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 231 રૂપિયા ચડીને 66,699 રૂપિયા પર પહોંચ્યું પણ સાંજ પડતા 139 રૂપિયા તૂટીને 66560 રૂપિયા પર ક્લોઝ થયું.
ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ કાલે કડાકો જોવા મળ્યો અને સવારે પણ જો કે ઘટાડા સાથે જ ખુલી હતી. ચાંદી ઓપનિંગ રેટમાં 48 રૂપિયા ગગડીને 92,156 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી જે સાંજ પડતા ક્લોઝિંગ રેટમાં 329 રૂપિયા ગગડીને 91827 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ. એસોસિએશન દ્વારા જાહેર રજાઓના દિવસે ભાવ જાહેર કરાતા નથી. એટલે આજે નવા ભાવ જાહેર થયા નથી.
[[{"fid":"570723","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.