Gold Rate Today: ગોઠમડું ખાધા બાદ હવે સોનુ ઉછળ્યું, લેવું હોય તો ફટાફટ ચેક કરો એક તોલા સોનાનો ભાવ
ભારતીય વાયદા બજાર અને શરાફા બજાર બંનેના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે ગ્લોબલ માર્કેટ્સમાં નબળાઈનો માહોલ છે. છેલ્લા કેટલાક દિવસથી સોના અને ચાંદીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ભાવમાં સતત વધારો ઘટાડો થઈ રહ્યો છે. આવામાં જો તમે પણ સોનું લેાનું વેચારતા હોવ તો ખાસ ચેક કરો લેટેસ્ટ રેટ....
Gold Rate Today: સોનાના ભાવમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે. ગઈ કાલે કડાકા બાદ આજે ભાવ વધ્યા છે. ભારતીય વાયદા બજાર અને શરાફા બજાર બંનેના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે ગ્લોબલ માર્કેટ્સમાં નબળાઈનો માહોલ છે. છેલ્લા કેટલાક દિવસથી સોના અને ચાંદીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ભાવમાં સતત વધારો ઘટાડો થઈ રહ્યો છે. આવામાં જો તમે પણ સોનું લેાનું વેચારતા હોવ તો ખાસ ચેક કરો લેટેસ્ટ રેટ....
વાયદા બજારમાં ભાવ
ભારતીય વાયદા બજાર (MCX) માં સોનુ 185 રૂપિયાની તેજી સાથે 72,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું. ગત સત્રમાં તે 71,855 રૂપિયા પર બંધ થયું હતું. જ્યારે ચાંદી પણ 501 રૂપિયા ઉછળીને 85,387 રૂપિયા પ્રતિ કિલો પર જોવા મળી. ગત સેશનમાં તેનો ભાવ 84,886 રૂપિયા પર બંધ થયો હતો.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું આજે મામૂલી 38 રૂપિયાની તેજી સાથે 72202 રૂપિયાના સ્તરે ખુલ્યું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું ગોલ્ડ 35 રૂપિયાના વધારા સાથે 66137 રૂપિયાના સ્તરે છે. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ 586 રૂપિયાની તેજી જોવા મળી છે અને ભાવ હાલ 84080 રૂપિયા પ્રતિ કિલો ખુલ્યો છે. અત્રે જણાવવાનું કે એસોસિએશન દ્વારા ઓપનિંગ અને ક્લોઝિંગ એમ દિવસમાં બેવાર રેટ જાહેર થાય છે.
ગઈ કાલે તૂટ્યા હતા ભાવ
ગઈ કાલે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. અખાત્રીજ બાદ ઓપનિંગ રેટમાં 518 રૂપિયાના કડાકા સાથે 73008 રૂપિયાના સ્તરે જોવા મળ્યું. પરંતુ દિવસના અંતે વળી પાછા ભાવ તૂટ્યા અને આખા દિવસ દરમિયાન 844 રૂપિયાના કડાકા સાથે ક્લોઝિંગ રેટ 72164 રૂપિયા જોવા મળ્યો. જ્યારે 22 કેરેટ સોનું એટલે કે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ આજે સવારે 474 રૂપિયાના ઘટાડા સાથે 66401 રૂપિયાના સ્તરે જોવા મળ્યું અને કુલ 773 રૂપિયાના મસમોટા કડાકા સાથે ક્લોઝિંગ રેટમાં 66102 રૂપિયાના સ્તરે પહોંચ્યું.
ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ અખાત્રીજ બાદ ઘટાડો જોવા મળ્યો. કાલે ઓપનિંગ રેટમાં 950 રૂપિયાના કડાકા સાથે ભાવ 83265 રૂપિયા પ્રતિ કિલો જોવા મળ્યો. પરંતુ ત્યારબાદ રિકવરી જોવા મળતા અંતે સાંજે ક્લોઝિંગ રેટમાં ભાવ 229 રૂપિયા ચડીને 83494 રૂપિયાના સ્તરે જોવા મળ્યો.
ગ્લોબલ બજારોમાં નબળાઈ
અમેરિકામાં PPI એટલે કે ઉત્પાદક મૂલ્ય સૂચકાંક આજે બહાર પડવાનો છે. આ સાથે જ રિટેલ ઈન્ફ્લેશન એટલે કે છૂટક મોંઘવારીના આંકડા પણ બહાર પડશે. તેના પહેલા સોનાના ભાવમાં કડાકો જોવા મળી રહ્યો છે. મોંઘવારીના આંકડાથી વ્યાજદરોમાં કાપની સંભાવના અંગેનું પિક્ચર ક્લિયર થશે. જેના પગલે રોકાણકારો સોનામાં નફાવસૂલી કરી રહ્યા છે. યુએસ સ્પોટ ગોલ્ડ સુધી 1 ટકા તૂટ્યું હતું અને 2,337 ડોલર પ્રતિ ઔંસ પર ચાલી રહ્યું હતું. તે પહેલા ગોલ્ડ 22 એપ્રિલ બાદ પોતાના ઉચ્ચતમ સ્તર પર ગયું હતું. યુએસ ગોલ્ડ ફ્યૂચરમાં પણ વેચાવલી જોવા મળી હતી અને તે 1.3 ટકા તૂટીને 2,343 ડોલર પર આવી ગયું હતું.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube