દેવઉઠી એકાદશીથી હવે શુભ અને માંગલિક પ્રસંગોની શરૂઆત થઈ ગઈ છે. લગ્નગાળો શરૂ થઈ ગયો છે. ત્યારે સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. આજે વાયદા બજારમાં સોના અને ચાંદી બંનેમાં ભારે કડાકો જોવા મળ્યો છે. જ્યારે શરાફા બજારમાં પણ આજે સોનું અને ચાંદી જોરદાર પછડાયા છે. જો તમે પણ સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો ફટાફટ રેટ ખાસ ચેક કરો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 1,316 રૂપિયા તૂટીને 73944 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે. જ્યારે કાલે તે 75,260 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદી જોઈએ તો ચાંદીમાં ઓપનિંગ રેટમાં આજે 2,189 રૂપિયા ગગડીને 87,558 રૂપિયા પ્રતિ કિલોગ્રામની સપાટીએ જોવા મળી જે કાલે 89,747 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થઈ હતી. 




રિટેલ ભાવ પર ફેરવો નજર



વાયદા બજારમાં ભાવ
વાયદા બજારમાં સોનું 572 રૂપિયાના ઘટાડાને પગલે 73,910 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું હતું. જે કાલના ક્લોઝિંગ ભાવ74,482 ની સરખામણીએ 0.77% નીચે હતું. જ્યારે ચાંદી 1014 રૂપિયાના મોટા કડાકા સાથે 88,183 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી જેમાં 1.14% નો ઘટાડો આવ્યો હતો. કાલે તે 89,197 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 


ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.