આજે પણ દેશમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. પ્રમુખ શહેરોમાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ 74000 થી 75000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વચ્ચે છે. રાજધાની દિલ્હીમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો બાવ વધીને 74610 રૂપિયા થઈ ગયો છે. બીજી કિમતી ધાતુ ચાંદીની કિંમત પણ વધી છે અને 89600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી છે. દેશના કેટલાક મોટા શહેરોમાં સોના અને ચાંદીનો ભાવ શું છે તે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી અને ગુરુગ્રામમાં ભાવ
દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 68410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ લગભગ 74610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ છે. 


મુંબઈમાં ભાવ
હાલ મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 68260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 74460 રૂપિયા પ્રતિ 10  ગ્રામ છે. 


જયપુરમાં સોનાનો ભાવ
જયપુરમાં 24 કેરેટ સોનાનો ભાવ 74610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો  ભાવ 68410 રૂપિયા આજુબાજુ છે. 


પટણામાં આજનો ભાવ
પટણામાં 24 કેરેટ સોનું 74510 રૂપિયા અને 22 કેરેટ સોનું 68310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 


કોલકાતામાં ભાવ
કોલકાતામાં આજે 10 ગ્રામ 24 કેરેટ સોનું 74460 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 68260 રૂપિયા છે. 


ભુવનેશ્વર અને હૈદરાબાદમાં ભાવ
આ બંને શહેરોમાં 24 કેરેટ સોનાનો રેટ 74460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 68260 રૂપિયાના સ્તરે છે. 


અમદાવાદમાં ભાવ
અમદાવાદમાં 22 કેરેટ સોનાની રીટેલ કિંમત 68310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહી છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 74510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર છે. 


લખનઉમાં ભાવ
લખનઉમાં 24 કેરેટ સોનાનો ભાવ 74610 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 68410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 


ચેન્નાઈ અને બેંગ્લુરુમાં ભાવ
આ બંને શહેરોમાં 24 કેરેટવાળું 10  ગ્રામ સોનું 74460 રૂપિયા અને 22 કેરેટ સોનું 68260 રૂપિયાના ભાવે જોવા મળ્યું છે. 


શુક્રવારે 13 સપ્ટેમ્બરના રોજ મજબૂત હાજર માંગ વચ્ચે સટોડિયાઓ તરફથી તાજા સોદાની ખરીદી થવાથી મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) માં ઓક્ટોબર માસમાં ડિલિવર થનારા કોન્ટ્રાક્ટનો ભાવ 312 રૂપિયા કે 0.43 ટકા ચડીને 73126 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો હતો. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં સોનું 0.60 ટકાની તેજી સાથે 2596.20 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયું. એમસીએક્સ શનિવાર અને રવિવારે બંધ રહે છે.