Gold Rate 15 February 2024: સોના અને ચાંદીના ભાવમાં ગઈકાલે મોટો કડાકો જોવા મળ્યો હતો. જ્યારે આજે પણ કડાકાનો માહોલ ચાલુ હોય તેવું લાગે છે. સોનાના ભાવ આજે પણ ઘટ્યા છે પરંતુ ચાંદીના ભાવમાં આજે વધારો જોવા મળ્યો છે. શરાફા બજારમાં ગઈ કાલે સોનું 800 રૂપિયા કરતા વધુ ગગડ્યું હતું. આજના લેટેસ્ટ ભાવ ખાસ જાણો....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરાફા બજારમાં સોનાનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનાના ભાવમાં આજે 136 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને 10 ગ્રામ સોનું હાલ 61454 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. 916 પ્યોરિટીવાળું ગોલ્ડ 124 રૂપિયાના ઘટાડા સાથે 56292 રૂપિયાની સપાટીએ છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદીમાં જોકે શરાફા બજારમાં ઉછાળો જોવા મળ્યો છે. પ્રતિ કિલો 741 રૂપિયાના વધારા સાથે હાલ ચાંદી પ્રતિ કિલો 69891 રૂપિયાના સ્તરે જોવા મળી રહી છે. 


તાજેતરમાં વધ્યા હતા ભાવ
સોના અને ચાંદીના ભાવમાં તાજેતરમાં તેજી જોવા મળી હતી. સોનાના  ભાવ 62 હજાર પાર ચાલતા હતા અને હવે આ ઘટાડા બાદ ભાવ 61 હજારની આજુબાજુ જોવા મળી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં ભાવમાં 900 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.


(Disclaimer: These are indicative prices collected from trusted source. People advised to check prices with their jeweller before acting on the information.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube