સોના અને ચાંદીના ભાવ આજે કોમોડિટી બજાર અને શરાફા બજારમાં અલગ અલગ જોવા મળી રહ્યા છે. આજે સવારે બજાર ખુલ્યું ત્યારે ભાવ ઉતારચડાવ વાળા જોવા મળ્યા. ભારતીય વાયદા બજારમાં સોનું ઘટાડા સાથે જ્યારે ચાંદી પણ કડાકા સાથે જોવા મળી. પરંતુ શરાફા બજારમાં સોનું ચડેલું અને ચાંદી તૂટતી જોવા મળી છે. સોનું લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરી લો લેટેસ્ટ રેટ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયદા બજારમાં ભાવ
ભારતીય વાયદા બજારમાં સોનું આજે 35 રૂપિયાના ઘટાડા સાથે 73,234 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર ટ્રેડ થયું જોવા મળ્યું. જે શુક્રવારે 73,269 રૂપિયા પર બંધ થયું હતું. જ્યારે ચાંદી 141 રૂપિયા તૂટીને 92,968 રૂપિયા પ્રતિ કિલોના ભાવે આવી ગઈ જે શુક્રવારે 93,109 પર ક્લોઝ થઈ હતી. એટલે કે વાયદા બજારમાં સોનું ગગડેલું જોવા મળ્યું. 


કેમ દબાણમાં છે સોનું અને ચાંદી
આંતરરાષ્ટ્રીય બજારમાં યુએસ ફેડ તરફથી વ્યાજ દરોમાં કાપ પર સ્પષ્ટ સંકેત આવવાનો ઈન્તેજાર થઈ રહ્યો છે. આ અઠવાડિયે ફેડ ઓફિશિયલ્સ તરફથી પણ નિવેદનો આવવાના છે જે પહેલા સોનામાં હળવી નરમાઈ જોવા મળી છે. યુએસ સ્પોટ ગોલ્ડ 0.1 ટકા ગગડીને 2,409 ડોલર પ્રતિ ઔંસ જોવા મળ્યું. જ્યારે યુએસ ગોલ્ડ ફ્યુટર 0.2 ટકા તૂટીને 2,414 ડોલર પ્રતિ ઔંસ રહ્યું. 


શરાફી બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું આજે 49 રૂપિયા ચડીને 72,713 રૂપિયાના સ્તરે જોવા મળ્યું જે શુક્રવારે 72,664 રૂપિયાના સ્તરે ક્લોઝ થયું હતું. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ પણ 45 રૂપિયા ઘટીને 66,605 રૂપિયાના સ્તરે પહોંચ્યું જે શુક્રવારે 66,560 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદીમાં 362 રૂપિયાનો કડાકો જોવા મળ્યો અને ભાવ 91,465 પર પહોંચ્યો જે શુક્રવારે 91,827 રૂપિયા પ્રતિ કિલોના ભાવે હતો. 


[[{"fid":"571250","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.