Latest Gold Rate: બાપરે! ગણતરીના કલાકોમાં સોનાના ભાવમાં ભડકો થઈ ગયો, ચાંદી પણ ઉછળી, જાણો લેટેસ્ટ રેટ
Gold Rate Today: કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં છેલ્લા ઘણા સમયથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એક સમયે આકાશને આંબ્યા બાદ સોનું ગગડી ગયું. કાલે પણ કઈક એવી જ સ્થિતિ જોવા મળી કે સોનાના ભાવ ઘટ્યા અને પછી અચાનક વધી ગયા.
કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં છેલ્લા ઘણા સમયથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એક સમયે આકાશને આંબ્યા બાદ સોનું ગગડી ગયું. કાલે પણ કઈક એવી જ સ્થિતિ જોવા મળી કે સોનાના ભાવ ઘટ્યા અને પછી અચાનક વધી ગયા. શરાફા બજારમાં ભાવ ગઈ કાલે સાંજ પડતા તો ભારે ઉછાળા મારતા જોવા મળ્યા. જો તમે પણ સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.
આજનો સોનાનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં ગઈ કાલે સવારે 119 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને ભાવ 71394 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો. જ્યારે સાંજ પડતા સુધીમાં તો ભાવમાં 472 રૂપિયાનો વધારો થઈ ગયો અને ક્લોઝિંગ રેટ 71866 રૂપિયા પર પહોંચ્યો. એ જ રીતે 22 કેરેટ સોનું એટલે કે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ પણ ગઈ કાલે સવારે 109 રૂપિયા સસ્તું થયું અને ભાવ 65397 રૂપિયા પર પહોંચ્યો. ત્યારબાદ સાંજ સુધીમાં ભાવ 432 રૂપિયા ઉછળ્યો અને ક્લોઝિંગ રેટ સીધો 65829 રૂપિયા પર પહોંચી ગયો.
ચાંદી જોઈએ તો ચાંદીમાં પણ ગઈ કાલે સવારે ઓપનિંગ રેટમાં 292 રૂપિયાનો કડાકો જોવા મળ્યો અને ભાવ 87555 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો હતો પરંતુ સાંજે ક્લોઝિંગ રેટમાં 278 રૂપિયાનો વધારો જોવા મળ્યો અને ભાવ 87833 રૂપિયા પર પહોંચી ગયો.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. એસોસિએશન દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય રજાઓના દિવસે લેટેસ્ટ ભાવ જાહેર કરાતા નથી.