ઈક્વિટી માર્કેટની જેમ બુલિયન માર્કેટમાં પણ સોમવારે જોરદાર તેજી જોવા મળી રહી છે. વિદેશી  બજારોમાં સોનાના ભાવ 2060 ડોલર નજીક પહોંચી ગયા છે. MCX પર સોનાનો ભાવ લગભગ 200 રૂપિયા સુધી ઉછળી ગયો છે. ચાંદીની કિંમતમાં પણ જોરદાર તેજી છે. જેનું કારણ મીડલ ઈસ્ટમાં વધતું ટેન્શન અને અમેરિકામાં વ્યાજદરો પર અનિશ્ચિત US FED નો નિર્ણય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MCX પર ભાવ
ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદીનો ભાવ વધી ગયો છે. MCX પર સોનાનો ભાવ 188 રૂપિયા ઉછળવાની સાથે 62550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો છે. ચાંદીના ભાવમાં પણ 220 રૂપિયાની તેજી છે. 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 72699 રૂપિયા સુધી પહોંચી ગયો છે. 


વિદેશી બજારમાં સોનાનો ભાવ
મીડલ ઈસ્ટમાં વધતા તણાવથી કોમેક્સ ઉપર પણ એક્શન જોવા મળી રહી છે. કોમેક્સ પર સોનાનો ભાવ ઉછળીને 2057 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીનો ભાવ પણ 23.41 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો છે. 


IBJA પર આજના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 208 રૂપિયા ઉછળીને 62723 રૂપિયાની સપાટીએ પહોંચ્યું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 190 રૂપિયા વધીને હાલ 57454 રૂપિયાની સપાટીએ છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી 616 રૂપિયા વધીને 72146 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી છે. 



મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube