સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. વાયદા બજારમાં આજે સોનાના ભાવ ચડ્યા છે તો શરાફા બજારમાં કડાકો જોવા મળ્યો છે. ભારતીય વાયદા બજારમાં આજે સોનું 200 રૂપિયાથી વધુના ઉછાળા સાથે ટ્રેડ થતું જોવા મળ્યું. જ્યારે શરાફા બજારમાં સોનાના ભાવ સારા એવા ગગડ્યા છે. જો તમે પણ સોનું ખરીદવાનું વિચારતા હોવ તો સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ જાણો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરાફા બજારમાં આજનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 403 રૂપિયાના કડાકા સાથે 70,390 રૂપિયાના સ્તરે ખુલ્યું. જે બુધવારે સાંજે 70,793 રૂપિયાના સ્તરે ક્લોઝ થયું હતું. એજ રીતે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 369 રૂપિયા તૂટીને 64,477 રૂપિયાના સ્તરે જોવા મળ્યું જે બુધવારે 64846 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં જો કે ચળકાટ જોવા મળ્યો છે. ચાંદી આજે 734 રૂપિયા ઉછળીને 81,655 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી. ચાંદી બુધવારે 80,921 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.



વાયદા બજારમાં ભાવ
ભારતીય વાયદા બજાર (MCX)માં સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો સોનું આજે 204 રૂપિયાના ઉછાળા સાથે 70,340 ના લેવલ પર જોવા મળ્યું. ગત સેશનમાં તે 70,136 રૂપિયાના સ્તરે બંધ થયું હતું. જ્યારે ચાંદીમાં 1800 રૂપિયાથી વધુનો ઉછાળો જોવા મળ્યો.  તેનો ભાવ 1,842 રૂપિયા વધીને 81,903 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો જે ગત કારોબારી સેશનમાં 80,061 ના સ્તરે ક્લોઝ થયો હતો. 


ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.