ફેસ્ટીવ સીઝનમાં સોના અને ચાંદીમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. થોડી સુસ્તી બાદ હવે વળી પાછા સોના અને ચાંદી ઉછાળા મારી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી બાદ આજે વાયદા બજારમાં અને શરાફા બજારમાં પણ તેજી જોવા મળી છે. જો તમે પણ સોનું અને ચાંદી લેવાનું વિચારતા હોવ તો પહેલા ભાવ ખાસ ચેક કરી લો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે સવારે 572 રૂપિયા ઉછળીને 76,502 રૂપિયાના સ્તરે પહોંચી ગયો જે કાલે 75,930 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 524 રૂપિયા વધીને 70,076 રૂપિયા પર જોવા મળ્યું જે કાલે 69,552 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં તો આજે જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. આજે ઓપનિંગ રેટમાં 1,454 રૂપિયા વધીને 91,254 રૂપિયાના સ્તરે ચાંદી જોવા મળી. જે કાલે 89,800 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 




વાયદા બજારમાં ભાવ
MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર આજે સોનું 73 રૂપિયાની તેજી સાથે 76,433 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે જોવા મળ્યું જે કાલે 76,360 રૂપિયાના લેવલે બંધ થયું હતું. આ દરમિયાન ચાંદીમાં 76 રૂપિયાની તેજી આવી હતી અને તે 91,699 રૂપિયા પ્રતિ કિલોગ્રામના લેવલે જોવા મળી જે કાલે 91,623 રૂપિયા પર બંધ થઈ હતી.