Gold Rate: કિંમતી ધાતુ સોનામાં ગઈ કાલે ઘટાડો જોવા મળ્યો હતો જે આજે પણ ચાલુ છે. શરાફા બજારમાં સોનાના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો જોવા મળ્યો છે. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં ગઈ કાલે મામૂલી તેજી હતી પરંતુ આજે ચાંદીમાં પણ કડાકો જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોના ચાંદીના લેટેસ્ટ રેટ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું હાલ 360 રૂપિયાના કડાકા સાથે 58476 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. ગઈ કાલે તે 58836 રૂપિયાના ભાવે બંધ થયું હતું. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 330 રૂપિયા ઘટીને 53564 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યું છે. ચાંદીની વાત કરીએ તો ગઈ કાલે ચાંદી તેજી સાથે બંધ થઈ હતી પરંતુ આજે ચાંદીમાં કડાકો જોવા મળ્યો છે. પ્રતિ કિલો 401 રૂપિયા ઘટીને હાલ ચાંદી 69840 રૂપિયા પ્રતિ કિલોના ભાવે શરાફા બજારમાં જોવા મળી રહી છે. ગઈ કાલે 70241 રૂપિયા પ્રતિ કિલોના  ભાવે ચાંદી બંધ થઈ હતી. 



મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.