COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

aaj na sona chandi na bhav: સોના અને ચાંદીના ભાવમાં આજે ઉછાળો જોવા મળી રહ્યો છે. અઠવાડિયાના  પહેલા દિવસે આજે સોનાના ભાવમાં મામૂલી તેજી જોવા મળી છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ મામૂલી ઉછાળો જોવા મળ્યો છે. 24 કેરેટ શુદ્ધ સોનું અને 999 પ્યોરિટીવાળી ચાંદી બંનેના ભાવ 50 હજારને પાર ગયા છે. જો કે મહિનાના શરૂઆતના ભાવમાં સરખામણી કરીએ તો 15 જુલાઈથી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો  થયો છે. 


ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ શરાફા બજારમાં 18 જુલાઈના રોજ સવારે 999 પ્યોરિટીવાળું 24 કેરેટ સોનું 50629 રૂપિયે 10 ગ્રામ જ્યારે 999 પ્યોરિટીવાળી ચાંદીનો ભાવ 55574 રૂપિયા પ્રતિ કિલો જોવા મળ્યો. અત્રે જણાવવાનું કે જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં સોનું 52 હજારને પાર જ્યારે ચાંદી 65 હજારને પાર વેચાઈ રહી હતી. 


આ રીતે ચેક કરો લેટેસ્ટ રેટ
ibja તરફથી કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવારે અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ આપી શકો છો. ગણતરીની પળોમાં એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત લેટેસ્ટ અપડેટ મેળવવા માટે www.ibja.co કે ibjarates.com પર જઈ શકો છો. 


સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ
999 ની શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાનો ભાવ શુક્રવારે 50403 રૂપિયા હતો જે આજે 226 રૂપિયા વધીને 50629 જોવા મળ્યો. જ્યારે 995 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાનો ભાવ 225 રૂપિયા વધીને 50426 રૂપિયા છે. 916 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ 207 રૂપિયા વધીને 46376 રૂપિયા થયો છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો એક કિલો ચાંદીનો ભાવ 807 રૂપિયા વધીને 55574 થયો છે. શુક્રવારે બજાર બંધ થયું ત્યારે ચાંદીનો ભાવ 54767 રૂપિયા હતો. 


અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવેલા ભાવથી અલગ-અલગ પ્યોરિટીના સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. ibja દ્વારા બહાર પાડવામાં આવેલા ભાવ  દેશભરમાં સર્વસામાન્ય છે. પરંતુ તેના ભાવમાં જીએસટી સામેલ હોતું નથી. અત્રે જણાવવાનું કે દાગીના ખરીદતી વખતે સોના કે ચાંદીના ભાવ ટેક્સ સહિત હોવાના કારણે વધુ હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube