Gold Rate Today: હવે તો ભૂલી જ જાઓ! સોનામાં બંપર ઉછાળો, 10 ગ્રામ સોનાના લેટેસ્ટ ભાવ જાણી આંખો પહોળી થઈ જશે
Latest Gold Price: ઘરેલુ બજારમાં સોનાનો ભાવ 75 હજાર પાર પહોંચી ગયો છે. ભારતીય વાયદા બજારમાં સોનું તેજી સાથે ઉછાળા મારી રહ્યું છે જ્યારે શરાફા બજારમાં પણ સોનું ભારે તેજીમાં જોવા મળ્યું છે. સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ જાણો.
Gold Rate Today: સોનાના ભાવમાં વળી પાછો એકવાર જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. ઘરેલુ બજારમાં સોનાનો ભાવ 75 હજાર પાર પહોંચી ગયો છે. ભારતીય વાયદા બજારમાં સોનું તેજી સાથે ઉછાળા મારી રહ્યું છે જ્યારે શરાફા બજારમાં પણ સોનું ભારે તેજીમાં જોવા મળ્યું છે. જો કે શરાફા બજારમાં સોનું તેજીમાં છે તો ચાંદીની ચમક ફીક્કી પડી છે. સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ જાણો.
શરાફા બજારમાં સોનાનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું આજે 726 રૂપિયાના ઉછાળા સાથે 74,065 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. સોનું ગઈ કાલે 73,339 રૂપિયાના સ્તરે ક્લોઝ થયું હતું. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 665 રૂપિયાની તેજી સાથે 67,844 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. જો કે ચાંદીમાં નરમાઈ જોવા મળી છે. ચાંદી આજે 400 રૂપિયાના ઘટાડા સાથે 91,614 રૂપિયાના સ્તરે જોવા મળી છે. ગઈ કાલે ચાંદી 92,014 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
MCX પર ભાવ
ભારતીય વાયદા બજારમાં પણ આજે સોનામાં સારી એવી તેજી જોવા મળી. MCX પર સોનું આજે 253 રૂપિયાની તેજી સાથે 74,390 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહ્યું હતું. ગત સત્રમાં તે 74,137 રૂપિયા પર બંધ થયું હતું. આ દરમિયાન ચાંદી 380 રૂપિયા ચડીને 92,322 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળી. ચાંદી ગત કારોબારી સત્રમાં 91,942 પર બંધ થઈ હતી.
વિદેશી બજારમાં ઓલ ટાઈમ હાઈ સોનું
આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્ટેમ્બરમાં યુએસના રેટ કટની સંભાવનાઓથી સોનાની માંગણી વધી છે. જેના કારણે ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. સ્પોટ ગોલ્ડ 0.1 ટકા ચડીને 2,461 ડોલર પ્રતિ ઔંસ પર જોવા મળ્યું. બુધવારે સોનું 2,483 ડોલરના ઓલ ટાઈમ હાઈ ઉપર પણ પહોંચ્યું હતું. જ્યારે યુએસ ગોલ્ડ ફ્યૂચર 0.2 ટકા ચડીને 2,465 ડોલર પર પહોંચ્યું હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે વ્યાજ દરોમાં કાપ અને યુએસમાં રાષ્ટ્રપતિ ચૂંટણી વચ્ચે સોનું 2,500 ડોલર ઉપર પણ પહોંચી શકે છે.
કેમ ચડ્યા સોનાના ભાવ
વેપારીઓએ સોનાના ભાવમાં તેજીનો શ્રેય સ્થાનિક વેપારીઓની માંગણીમાં તેજી અને અમેરિકી ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દરોમાં કાપની આશા વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીને આપ્યો. મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસિઝ લીમિટેડ (MOFSL)ના વરિષ્ઠ વિશ્લેષક (જિન્સ શોધ) માનવ મોદીએ કહ્યું કે વ્યાજ દરોમાં કાપની આશા વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી.
ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.