કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. કોમોડિટી  બજારમાં છેલ્લા કેટલાક સેશન્સમાં ઘટાડો જોવા મળ્યા બાદ એકવાર  ફરીથી ભાવ ચડ્યા તો શરાફા બજારમાં સોનું ગગડી ગયું. જો કે ચાંદીમાં વધારો જોવા મળ્યો. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીમાં જો કે તેજી જોવા મળ્યા બાદ વાયદા બજારમાં ઉછાળો જોવા મળ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરાફા બજારમાં આજનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે 269 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે. કાલે રજા બાદ આજે ઓપનિંગ રેટમાં તેજી પર બ્રેક લાગતા જે કડાકો જોવા મળ્યો તેના કારણે ભાવ 71597 રૂપિયા પર પહોંચી ગયો છે. શુક્રવારે સોનાનો ક્લોઝિંગ રેટ 71866 રૂપિયા હતો. 22 કેરેટ સોનું એટલે કે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 246 રૂપિયાના કડાકા સાથે 65583 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. જેનો ક્લોઝિંગ રેટ શુક્રવારે 65829 રૂપિયા હતો. 



ચાંદીની વાત કરીએ ચાંદીમાં 194 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે અને આજે ઓપનિંગ રેટ 88027 રૂપિયા પ્રતિ કિલો જોવા મળ્યો. શુક્રવારે ચાંદી ક્લોઝિંગ રેટમાં 87833 રૂપિયાના સ્તરે જોવા મળી હતી. 



વાયદા બજારમાં ભાવ
આજે MCX પર સોનું 181 રૂપિયાની તેજી સાથે 71,631 રૂપિયા પ્રતિ  10 ગ્રામ જોવા મળ્યું. જ્યારે ગત સેશનમાં તે 71,450 રૂપિયા પર બંધ થયું હતું. જ્યારે ચાંદી 320 રૂપિયાની તેજી સાથે 89,140 રૂપિયા પ્રતિ કિલો પર જોવા મળી. ગત સેશનમાં 88,820 રૂપિયા પર ચાંદી ક્લોઝ થઈ હતી. 


આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ
મેટલ્સના ભાવમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિરતા જોવા મળી હતી. હકીકતમાં ડોલરમાં ઉતાર ચડાવ ઓછો હોવા અને યુએસની બોન્ડ યીલ્ડના  ભાવ પણ નીચે આવવાના પગલે સોનામાં આંતરરાષ્ટ્રીય બજારમાં ઉછાળો જોવા મળ્યો. યુએસ સ્પોટ ગોલ્ડ 0.2 ટકાના ઉછાળાને કારણે 2323 ડોલર પ્રતિ ઔંસ પર જોવા મળ્યું. જ્યારે યુએસ ગોલ્ડ ફ્યૂચર્સ 0.4 ટકા ચડીને 2339 ડોલર પર હતું. સ્પોટ સિલ્વર 29.49 ડોલર પ્રતિ ઔંસની આજુબાજુ હતું. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. એસોસિએશન દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય રજાઓના દિવસે લેટેસ્ટ ભાવ જાહેર કરાતા નથી.