Gold Rate Today: બાપરે! સોનાના ભાવમાં ઉછાળો, લેવાનું વિચારતા હોવ તો એક્સપર્ટનો અભિપ્રાય ખાસ જાણો
Gold-Silver Rate Today: ગ્લોબલ માર્કેટમાં મચેલી હલચલથી ઘરેલુ બજારોમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં તેજી છે. MCX પર સોનાના ભાવ સવારે 110 રૂપિયા વધીને 59244 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો
ગ્લોબલ માર્કેટમાં મચેલી હલચલથી ઘરેલુ બજારોમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં તેજી છે. MCX પર સોનાના ભાવ સવારે 110 રૂપિયા વધીને 59244 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો. એ જ રીતે ચાંદીના ભાવમાં પણ 150 રૂપિયાનો વધારો જોવા મળ્યો. MCX પર ચાંદી 75717 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી છે. આ ઉપરાંત શરાફા બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 60 રૂપિયા વધીને 59330 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. આ ઉપરાંત 916 પ્યોરિટીવાળું ગોલ્ડ 55 રૂપિયા વધીને 54346 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદી હાલ 47 રૂપિયાના વધારા સાથે પ્રતિ કિલો 75113 રૂપિયાના ભાવે જોવા મળી રહી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. કોમેક્સ પર સોનાનો ભાવ 1963 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે. એ જ રીતે ચાંદીના ભાવ પણ 25 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો છે. હકીકતમાં US FED ના વ્યાજ દરો પર શું વલણ હશે તે અંગે બજારમાં સ્થિતિ સ્પષ્ટ નથી. તેનાથી બુલિયનમાં સપાટ એક્શન જોવા મળી રહી છે.
Success Story: રોજનો 4 લાખ રૂપિયાનો પગાર... ટાટાની કંપનીમાં CEO જેટલું જ મહત્ત્વ!
કમાવવા વાળા તો માછલીઓ ઉછેરીને પણ મહિને કરે છે લાખોની કમાણી, જાણો ટિપ્સ
2000 રૂપિયાની નોટ અંગે પાછું કંઈક નવું આવ્યું! જલદી જાણી લેજો, નહીં તો ખોટા હલવાશો
સોના પર આઉટલુક
કેડિયા કમોડિટીઝના અજય કેડિયાએ કહ્યું કે બુલિયન માર્કેટમાં આગળ નરમાઈ જોવા મળી શકે છે. MCX પર સોનાના ભાવ પડશે. આ માટે 59250 રૂપિયાના સ્તર પર સોનું વેચવાની સલાહ છે. અજય કેડિયાએ કહ્યું કે સોનાનો ભાવ 58850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. આ માટે 59550 રૂપિયાનો સ્ટોપલોસ રાખો.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube