કરવા ચોથ પહેલા સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં તેજી આવી છે અને ભાવ 78900 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ જોવા મળી રહ્યો છે. શનિવારે 19 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ વધીને 79140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો. બીજી કિંમતી ધાતુ ચાંદીના ભાવ પણ વધ્યા છે અને તે 99,100 રૂપિયા પ્રતિ કિલો પર છે. દેશના 15 મોટા શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ હાઈ પર છે. ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી, નોઈડા અને ગુરુગ્રામમાં ભાવ
દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 72,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ લગભગ 79,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 


મુંબઈ, કોલકાતામાં ભાવ
હાલમાં મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 72,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 78,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 


ચેન્નાઈ અને બેંગ્લુરુમાં ભાવ
ચેન્નાઈ અને બેંગ્લુરુ જેવા શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 72,410 રૂપિયા છે. જ્યારે 24 કેરેટવાળું 10 ગ્રામ સોનું 78,990 રૂપિયા પર જોવા મળ્યું છે. 


અમદાવાદમાં ભાવ
અમદાવાદમાં આજે 22 કેરેટ સોનાનો રિટેલ ભાવ 72,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી રહ્યો છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 79,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 


ચંડીગઢ અને જયપુરમાં ભાવ
આ બંને શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ 72,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ લગભગ 79,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 


હૈદરાબાદમાં ભાવ
હૈદરાબાદ અને ભુવનેશ્વરમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 72,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે જ્યારે 24 કેરેટ સોનાનો  ભાવ 78,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. 


લખનઉમાં સોનાનો ભાવ
લખનઉમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 79,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 72,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.