Gold Rate Today: આકાશે આંબી રહ્યા છે સોનાના ભાવ, શું આ કારણસર વધી રહ્યા છે ભાવ? જાણો આજનો 10 ગ્રામ ગોલ્ડનો રેટ
Gold Rate Today: નવા નાણાકીય વર્ષના પહેલા જ દિવસે જબરદસ્ત ભાવ વધ્યા. સોનામાં આજે પણ તેજીનો માહોલ છે. પહેલા દિવસે લગભગ 1700 રૂપિયા જેટલો વધારો જોવા મળ્યો હતો. ગઈ કાલે એમસીએક પર ગોલ્ડે 68890 નું નવું લેવલ ટચ કર્યું હતું. આજ પણ સોનું ઉછળ્યું છે.
Gold Rate April 2 2024: સોનાના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. નવા નાણાકીય વર્ષના પહેલા જ દિવસે જબરદસ્ત ભાવ વધ્યા. સોનામાં આજે પણ તેજીનો માહોલ છે. પહેલા દિવસે લગભગ 1700 રૂપિયા જેટલો વધારો જોવા મળ્યો હતો. ગઈ કાલે એમસીએક પર ગોલ્ડે 68890 નું નવું લેવલ ટચ કર્યું હતું. આજ પણ સોનું ઉછળ્યું છે. જાણો લેટેસ્ટ રેટ શું છે.
MCX પર વધ્યા ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ગોલ્ડનો ભાવ 0.47 ટકાની તેજી સાથે 68650 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે. આ ઉપરાંત આજે ચાંદીનો ભાવ પણ 0.89 ટકાની તેજી સાથે 76204 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે છે.
ગ્લોબલ માર્કેટમાં સોનું
વૈશ્વિક બજારોની વાત કરીએ તો આજે કોમેક્સ પર ગોલ્ડનો ભાવ રેકોર્ડ હાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે. પહેલીવાર સોનાનો ભાવ 2286 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યો છે. આ ઉપરાંત છેલ્લા 7 દિવસમાં સોનાના ભાવમાં 100 ડોલર સુધીની તેજી જોવા મળી છે. ચાંદીમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. ચાંદીનો ભાવ 25.50 ડોલર પ્રતિ ઔંસના સ્તરે છે. એક્સપર્ટ્સનું માનવું છે કે જૂનના ફેડ રિઝર્વ મીટિંગમાં વ્યાજ દરોમાં કાપ થઈ શકે છે.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે 154 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે અને ભાવ 68817 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે. જ્યારે 916 પ્યોરિટીવાળું સોનું 141 રૂપિયા વધીને 63036 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીમાં 611 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે અને ભાવ 75722 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો છે.
કેમ જોવા મળી રહી છે તેજી
ભૂ રાજનીતિક તણાવની અસર સોના અને ચાંદી બંને પર જોવા મળી રહી છે. આ ઉપરાંત ફેડ રિઝર્વ તરફથી આવી રહેલા વ્યાજદરમાં કાપના સંકેતોના કારણે પણ ગોલ્ડમાં તેજી જોવા મળી રહી છે.
ઘરે બેઠા પણ ચેક કરી શકો રેટ
જો તમે ઘરે બેઠા સોનાના ભાવ ચેક કરવા માંગતા હોવ તો ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન મુજબ તમે ફક્ત 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને પણ ભાવ ચેક કરી શકો છો. તમે જે નંબરથી મેસેજ કરો છો તે નંબર પર તમને મેસેજ આવશે. IBJA અને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ બંને તરફથી ગોલ્ડના ભાવ જાહેર કરાય છે. આ રેટ અલગ અલગ શુદ્ધતા પ્રમાણે બહાર પાડવામાં આવે છે.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube