Latest Gold Rate: સોનાના ભાવમાં સ્થિર કારોબાર જોવા મળી રહ્યો છે. મંગળવારે ભારતીય વાયદા બજારમાં સોનામાં હળવી તેજી જોવા મળી. જ્યારે ચાંદીમાં એકવાર ફરીથી સારો એવો ઉછાળો જોવા મળ્યો. બીજી બાજુ શરાફા બજારમાં સોનામાં મામૂલી ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ચાંદીમા વધારો જોવા મળ્યો છે. આમ સોનાના ભાવમાં એકવાર ફરીથી ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું આજે 16 રૂપિયા ઘટીને 71,858 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. ગઈ કાલે ક્લોઝિંગ રેટમાં 248 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો અને ભાવ 71,874 પર પહોંચ્યો હતો. 916 પ્યોરિટીવાળા સોનામાં પણ 15 રૂપિયાનો સામાન્ય ઘટાડો જોવા મળ્યો અને ભાવ ઓપનિંગ રેટમાં 65,822 પર પહોંચી ગયો. 


ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં આજે ઉછાળો જોવા મળ્યો છે. ગઈ કાલે ક્લોઝિંગ રેટમાં 248 રૂપિયા ઉછળીને ચાંદી 87802 રૂપિયા પર પહોંચી હતી. આ ઉછાળો આજે પણ યથાવત રહ્યો અને આજે પણ ઓપનિંગ રેટમાં 283 રૂપિયા ઉછળીને ચાંદી 88085 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી. 


[[{"fid":"567360","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


MCX પર ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સવારે સોનું 25 રૂપિયાની હળવી તેજી સાથે 71,679 રૂપિયા પ્રતિ 10  ગ્રામ જોવા મળ્યું હતું. સોમવારે તે 71,654 ના સ્તરે બંધ થયું હતું. જ્યારે ચાંદી 328 રૂપિયાની તેજી સાથે 87,850 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી. જે કાલે 87,522 રૂપિયાના સ્તરે ક્લોઝ થઈ હતી. 


આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. યુએસમાં જોબ ડેટાના આંકડાની રાહ જોવાઈ રહી છે. રોકાણકારોએ તે પહેલા શોર્ટ કવરિંગ કરી છે. ત્યારબાદ ભાવમાં તેજી આવી છે. યુએસ સ્પોટ ગોલ્ડમાં 0.2 ટકાની તેજી આવી અને તે 2,329 ડોલર પ્રતિ ઔંસ પર નોંધાયું. યુએસ ગોલ્ડ ફ્યૂચર 2,338 ની આસપાસ સ્થિર હતું. 


વિશેષજ્ઞોએ જણાવ્યું કે વૈશ્વિક સ્તર પર ચાલી રહેલા તણાવ અને ફ્રાન્સની સંસદીય ચૂંટણીના પહેલા દૌર બાદ અનિશ્ચિતતાથી સુરક્ષિત રોકાણવાળી પરિસંપત્તિઓને પ્રોત્સાહન મળી શકે છે અને અમેરિકી ડોલરમાં ઘટાડો આવી શકે છે. 


ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.