આજે નવરાત્રીના એક દિવસ પહેલા સોનું સસ્તું થયું છે. આજે શ્રાદ્ધ પક્ષની અમાસ છે અને કાલથી દેશભરમાં નવરાત્રીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. આજે સોનાના ભાવમાં લગભગ 400 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, જયપુર, લખનઉ, મુંબઈ, કોલકાતા, જેવી જગ્યાઓ પર 22 કેરેટ સોનાનો ભાવ 70,600 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે. 24 કેરેટ સોનાનો  ભાવ 77,000 રૂપિયાની આજુબાજુ છે. સિલ્વરનો રેટ 94,900 રૂપિયા પ્રતિ કિલો છે. દેશના મોટા શહેરોમાં આજનો સોના અને ચાંદીનો ભાવ ફટાફટ ચેક કરો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીમાં આજનો ભાવ
દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ લગભગ 77,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ લગભગ 70,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 


નોઈડામાં ભાવ
24 કેરેટ સોનાનો ભાવ લગભગ 77,050 રૂપિયા જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ આશરે 70,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 


ગાઝિયાબાદમાં ભાવ
ગાઝિયાબાદમાં 24 કેરેટ સોનાનો બાવ લગભગ 77,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ આશરે 70,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 


લખનઉમાં સોનાનો ભાવ
લખનઉમાં 24 કેરેટ સોનાની કિંમત આશરે 77,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 70,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી રહ્યો છે. 


જયપુરમાં આજનો ભાવ
જયપુરમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 77,050 રૂપિયાની આસપાસ છે જ્યારે 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 70,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી રહી છે. 


મુંબઈમાં આજનો ભાવ
મુંબઈમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 76,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 70,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 


કોલકાતામાં ભાવ
કોલકાતામાં 24 કેરેટ સોનું આજે 76,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેચાઈ રહ્યું છે જ્યારે 22 કેરેટ રિટેલ સોનું 70,490 રૂપિયાનો ભાવ  છે. 


અમદાવાદમાં આજનો ભાવ
ગુજરાતના અમદાવાદ શહેરમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 76,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ અને 22 કેરેટ સોનાનો  ભાવ 70,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ છે. 


ચેન્નાઈમાં ભાવ
મેટ્રો સિટી ચેન્નાઈમાં આજે 10 ગ્રામ સોનાનો ભાવ 76,900 રૂપિયાની આસપાસ જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 70,490 રૂપિયા જોવા મળી રહ્યો છે. 


બેંગ્લુરુમાં સોનાનો ભાવ
બેંગ્લુરુ સિટીમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 76,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ્યારે 22 કેરેટ સોનું 70,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી રહ્યો છે.