Gold Rate Today: સોનું થઈ ગયું ધડામ! ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો, ખરીદવાનું હોય તો ફટાફટ જાણો લેટેસ્ટ રેટ
Gold And Silver Latest Price: કોમોડિટી બજારમાં આજે નવા અઠવાડિયાના પહેલા જ દિવસની શરૂઆત ઘટાડાથી થતી જોવા મળી છે. સોનું તો ઘટાડા સાથે ચાલતું હતું પરંતુ ચાંદી પણ શુક્રવાર બાદ આજે ફરીથી મોટા ઘટાડા સાથે જોવા મળી. જો લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.
Gold Latest Rate: કોમોડિટી બજારમાં આજે નવા અઠવાડિયાના પહેલા જ દિવસની શરૂઆત ઘટાડાથી થતી જોવા મળી છે. સોનું તો ઘટાડા સાથે ચાલતું હતું પરંતુ ચાંદી પણ શુક્રવાર બાદ આજે ફરીથી મોટા ઘટાડા સાથે જોવા મળી. વાયદા બજારમાં આજે ચાંદીમાં લગભગ 1000 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે. સવારે બજાર ખુલ્યા બાદ સોનું પણ સસ્તું જોવા મળ્યું. બીજી બાજુ શરાફા બજારમાં પણ સોના અને ચાંદીમાં મોટો કડાકો જોવા મળ્યો છે. જો તમે પણ લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ રેટ ખાસ ચેક કરી લેજો.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 521 રૂપિયા તૂટીને 71,437 રૂપિયા પર પહોંચી ગયું છે. જે શુક્રવારે સાંજે 71,958 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 478 રૂપિયા ગગડીને 65,436 રૂપિયા પર પહોંચ્યું છે. જે શુક્રવારે 65,914 પર ક્લોઝ થયું હતું. ચાંદીમાં જબરદસ્ત હાહાકાર મચ્યો છે. ચાંદી આજે 2,643 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને ભાવ 82,376 રૂપિયા પર પહોંચ્યો છે. ચાંદી શુક્રવારે 85,019 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
વાયદા બજારમાં ભાવ
આજે ભારતીય વાયદા બજાર (MCX) પર સોનું અને ચાંદી ઘટાડા સાથે જોવા મળ્યું. સવારે બજાર ખુલ્યા બાદ સોનું કઈક સવા સો રૂપિયા જેટલું સસ્તું જોવા મળ્યું. સવારે 10 વાગ્યાની આસપાસ તેમાં 65 રૂપિયાની આજુબાજુ કડાકો જોવા મળ્યો હતો અને તે 71,546 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. શુક્રવારે સોનું 71,611 રૂપિયા પર ક્લોઝ થયું હતું. આ દરમિયાન ચાંદી પણ 966 રૂપિયાના મોટા કડાકા સાથે 82,319 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી. જ્યારે ગત ટ્રેડિંગ સેશનમાં તે 83,285 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
મોતી લાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસિઝ લિમિટેડમાં વરિષ્ઠ વિશ્લેષક (જિન્સ શોધ) માનવ મોદીએ કહ્યું કે સોનાના ભાવ સિમિત દાયરામાં ટ્રેડ થઈ રહ્યા છે. કારણ કે બજારને આશા છે કે અમેરિકી ફેડરલ રિઝર્વ સપ્ટેમ્બરમાં વ્યાજ દરમાં કાપ મૂકશે. જ્યારે બીજી બાજુ અમેરિકામાં અપેક્ષા કરતા સારા આંકડા આવવાથી ભાવોમાં તેજીની શક્યતા ઓછી છે. ગત સપ્તાહે અમેરિકી ફેડરલ રિઝર્વના પ્રમુખ જેરોમ પાવેલે સંકેત આપ્યો હતો કે નોકરીઓના બજારને લઈને ચિંતાના કારણે વ્યાજ દરોમાં કાપ લગભગ નક્કી છે.
ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.