Gold Rate Today: સોનાના ભાવમાં વળી પાછો મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
Gold Price Today: આજે બજાર ખુલતા સોનાના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. ગઈ કાલે 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ કડાકા સાથે 59863 રૂપિયાના સ્તરે બંધ થયું હતું. જ્યારે આજે પણ આ કડાકો ચાલુ રહ્યો છે અને ભાવમાં 251 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે
Gold Price Today: આજે બજાર ખુલતા સોનાના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. ગઈ કાલે 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ કડાકા સાથે 59863 રૂપિયાના સ્તરે બંધ થયું હતું. જ્યારે આજે પણ આ કડાકો ચાલુ રહ્યો છે અને ભાવમાં 251 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે. હાલ સોનાનો ભાવ શરાફાબજારમાં 59610 રૂપિયા 10 ગ્રામે ચાલી રહ્યો છે.
શરાફા બજારમાં સોના-ચાંદીનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 251 રૂપિયા ઘટીને હાલ 59610 રૂપિયાના સ્તરે છે. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 233 રૂપિયાના કડાકા સાથે 54603 રૂપિયાની સપાટીએ છે. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં આજે પ્રતિ કિલો 927 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને હાલ ભાવ કિલોના 74841 રૂપિયા જોવા મળી રહ્યો છે.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
પોસ્ટ ઓફિસની સ્કીમમાં 10,000 રૂપિયા લગાવવા પર મળશે 7 લાખ રૂપિયા, જાણો વિગત
26 જુલાઈએ ખુલશે આ હોસ્પિટલનો IPO,પ્રાઇઝ 300, રોકાણ કરતા પહેલા જાણો જરૂરી વાતો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube