કોમોડિટી બજારમાં છેલ્લા કેટલાક સત્રથી સોનામાં સતત સુસ્તી જોવા મળી રહી હતી. ખાસ કરીને સોનામાં મોમેન્ટમ ગાયબ હતું પરંતુ હવે આ અઠવાડિયે ખેલ પલટાતો જોવા મળી રહ્યો છે. સોનું એકવાર ફરીથી તેજી તરફ દોડી  રહ્યું છે. સોનું ગ્લોબલ માર્કેટમાં બે અઠવાડિયાથી ઉંચાઈ પર છે. તેનો ભાવ 2400 ડોલરની નજીક જોવા મળ્યો છે. તે સતત બીજા અઠવાડિયે આગળ વધવાની તૈયારીમાં છે. ઘરેલુ બજારમાં પણ સોનાના ભાવ ચડતા જોવા મળ્યા છે. જો તમે પણ લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ  રેટ ખાસ ચેક કરો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરાફા બજારમાં આજનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે ઓપનિંગ રેટમાં 564 રૂપિયાનો તોતિંગ વધારો જોવા મળ્યો છે અને  ભાવ 72,726 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. ગઈ કાલે સોનાનો ભાવ 72,162 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે 22 કેરેટ એટલે કે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ આજે 517 રૂપિયા મોંઘુ થયું છે અને ભાવ 66,617 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. 



ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં 628 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને ઓપનિંગ રેટ હાલ 90,038 રૂપિયા પ્રતિ કિલો જોવા મળ્યો છે. ગઈ  કાલે ચાંદી 90,038 રૂપિયાના સ્તરે ક્લોઝ થઈ હતી. 



વાયદા બજારમાં શું છે ભાવ
જો ભારતીય વાયદા બજારની વાત કરીએ તો MCX પર 140 રૂપિયાની તેજી સાથે 72,726  રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ભાવ જોવા મળ્યો. ગુરુવારે સોનું 72,586 ના સ્તરે જોવા મળ્યું હતું. ચાંદીમાં આજે સવારે હળવો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે તે 91,600 ના સ્તરે હતી. સવારે 153 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો અને પછી તે 91,512 પર પહોંચી હતી. ગઈ કાલે ચાંદી 91,665 પર ક્લોઝ થઈ હતી. 


આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ
ગ્લોબલ બજારોમાં સોનું સતત બીજા અઠવાડિયે તેજીમાં છે. સ્પોટ ગોલ્ડ 0.1 ટકા ચડીને 2,360 ડોલર પ્રતિ ઔંસ પર જોવા મળ્યું. જે તેના બે અઠવાડિયાની ઊંચાઈ પર હતું. આ અઠવાડિયે સોનું 1 ટકાની તેજીમાં છે. યુએસ ગોલ્ડ ફ્યૂચર્સ 0.2 ટકાની તેજીથી 2,374 ડોલર પ્રતિ ઔંસ પર હતું. 


સોનામાં કેમ છે તેજી
સોનામાં ગત કારોબારી સત્રમાં જે તેજી આવી તેની પાછળ અમેરિકામાં રજાઓમાંથી પાછા ફર્યા બાદ ખરીદીનો જે મૂડ રહ્યો તે હતો. નબળા રિટેલ વેચાણના આંકડા અને ઘટતી મોંઘવારીના આંકડાના પગલે ખરીદી જોવા મળી. આ સાથે જ સપ્ટેમ્બરમાં યુએસ ફેડરલ રિઝર્વ બેંક તરફથી વ્યાજ દરોમાં કાપની આશા વધી રહી છે. પરંતુ માર્કેટ એક્સપર્ટે કહ્યું કે જો કોઈ અમેરિકી ફેડરલ રિઝર્વ સભ્ય સપ્ટેમ્બરથી આગળ વિલંબનો સંકેત આપે તો સોનામાં વેચાવલીની સંભાવના છે. 


આ ઉપરાંત મિડલ ઈસ્ટમાં ફરીથી વધતા તણાવને પગલે પણ સોનાની માંગણી વધી છે. સોનામાં તેજી પાછળ કેટલાક બીજા પણ કારણો છે. જેમ કે ગ્લોબલ સેન્ટ્રલ બેંકોની ખરીદી આગામી 1 વર્ષ ચાલુ રહેવાની આશા છે. ગોલ્ડ રિઝર્વ વધવાની 81 ટકા આશા છે. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. એસોસિએશન દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય રજાઓના દિવસે લેટેસ્ટ ભાવ જાહેર કરાતા નથી.