સોના અને ચાંદીના ભાવમાં આ અઠવાડિયે વધારો જોવા મળી રહ્યો છે. ડોલર ઈન્ડેક્સની તોફાની તેજી અટક્યા બાદથી જ મેટલના ભાવ વધી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાલે સતત ત્રીજા દિવસે સોનું ચડ્યું. 25 ડોલર ઉછળીને 2650 ડોલર પર પહોંચ્યું હતું જ્યારે ચાંદી 1 ટકા જેટલી તૂટીને 31 ડોલર પર હતી. દેશમાં સોના અને ચાંદીના શું ભાવ છે તે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 686 રૂપિયા ચડીને 76,559 રૂપિયા પર પહોંચ્યું જે અગાઉ 75873 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી તૂટી છે અને તેમાં 336 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે. હાલ ચાંદી ગગડીને 90,620 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી છે જે ગત સત્ર અગાઉ 90,956 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 



રિટેલ ભાવ પર ફેરવો નજર



વાયદા બજારમાં ભાવ
આજે વાયદા બજારમાં ભાવ ચડેલો જોવા મળી રહ્યો છે. MCX પર ગોલ્ડ ફ્યૂચર્સ 226 રૂપિયાની તેજી સાથે 76,260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યો હતો. ગત કારોબારી સત્રમાં તે 76,034 રૂપિયા પર બંધ થયું હતું. આ દરમિયાન ચાંદી 506 રૂપિયાની તેજી સાથે 90,595 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર હતી જે ગત કારોબારી સત્રમાં 90,089 રૂપિયા પર બંધ થઈ હતી. 


ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.