બહુ જલદી બજેટ રજૂ થવાનું છે. બજેટ પહેલા કોમોડિટી બજારમાં સુસ્તી જોવા મળી રહી છે. શરાફા બજારમાં સોના અને ચાંદીના ભાવ ઘટેલા જોવા મળ્યા છે. જો કે વાયદા બજારમાં હળવી તેજી જોવા મળી. આંતરરાષ્ટ્રીય બજારમાં ગત સત્રમાં સોનું 50 ડોલર તૂટીને 2400 ડોલર પર જ્યારે ચાંદી 3 ટકા ગગડીને 29.30 ડોલર પ્રતિ ઔંસ સરકી હતી. ઘરેલુ બજારમાં પણ સોનામાં 1200 રૂપિયા અને ચાંદીમાં 2100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. સોના અને ચાંદીના હાલ લેટેસ્ટ ભાવ પણ ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે ઓપનિંગ રેટમાં 234 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ 73,006 રૂપિયા પર પહોંચ્યો છે. સોનું શુક્રવારે 73,240 રૂપિયાની સપાટી પર ક્લોઝ થયું હતું. જ્યારે 916 પ્યોરિટીવાળા 10 ગ્રામ ગોલ્ડમાં 214 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અને ભાવ 66,874 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. 



ચાંદીની વાત કરીએ તો ચાંદી 90 હજારની અંદર પહોંચી ગઈ છે. આજે ચાંદીમાં ઓપનિંગ રેટમાં 655 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને ભાવ 88,328 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો છે. ચાંદી શુક્રવારે 88,983 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 



MCX પર ભાવ
વાયદા બજારમાં લેટેસ્ટ ભાવની વાત કરીએ તો MCX પર સોનું આજે 71 રૂપિયાની તેજી સાથે 73,061 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું. શુક્રવારે 72,990 પર ક્લોઝ થયું હતું. જો કે આજે સોનું 73,184 ના ભાવે ખુલ્યું હતું. ચાંદી ખુલી ત્યારે લીલા નિશાનમાં હતી પરંતુ ત્યારબાદ તેમાં 278 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો અને તે 89,368 રૂપિયા પ્રતિ કિલોની આજુબાજુ જોવા મળી હતી. ગત કારોબારી સત્રમાં તે 89,646 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 


આંતરરાષ્ટ્રીય બજારમાં પણ તૂટ્યું સોનું
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 2%થી વધુ તૂટ્યું છે. અગાઉ સોનું પોતાના ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું હતું. સપ્ટેમ્બરમાં વ્યાજ દરોમાં કાપની સંભાવનાઓને કારણે બજારમાં તેજી જોવા મળી હતી. પરંતુ ઉપરી સ્તરોથી પ્રોફિટબુકિંગ આવવાને પગલે યુએસ સ્પોટ ગોલ્ડ 1.9 ટકા ગગડીને $2,399.27 પ્રતિ ઔંસ પર આવી ગયું અને યુએસ ગોલ્ડ ફ્યુચર 2.3% ગગડીને $2,399.10 પ્રતિ ઔંસ પર જોવા મળ્યું. 


ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.