Gold Rate Today: સોનામાં તોફાની તેજી યથાવત, આજે પણ ભાવમાં તગડો ઉછાળો, લેટેસ્ટ રેટ જાણી ચોંકી જશો
Latest Gold Rate: સોનાના ભાવમાં એકવાર ફરીથી જોરદાર તેજી જોવા મળી રહી છે. વાયદા બજાર હોય કે પછી શરાફા બજાર બંને જગ્યાએ ભાવ વધેલા જોવા મળ્યા છે.
સોનાના ભાવમાં એકવાર ફરીથી જોરદાર તેજી જોવા મળી રહી છે. વાયદા બજાર હોય કે પછી શરાફા બજાર બંને જગ્યાએ ભાવ વધેલા જોવા મળ્યા છે. આજે વાયદા બજારમાં સોનું 77,000 પાર નીકળી ગયું. ગોલ્ડની તેજીએ ચોંકાવ્યા છે. સતત ચોથા દિવસે મજબૂતી જોવા મળી રહી છે. વાયદા બજાર અને રિટલ ભાવ ફટાફટ ચેક કરો.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 474 રૂપિયાની તેજી સાથે 77,406 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું. જે કાલે 76,932 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી થોડી ફિક્કી જોવા મળી. ચાંદીમાં 261 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અને તે 90,056 રૂપિયાની સપાટીએ જોવા મળી જે કાલે 90,317 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
રિટેલ ભાવ પર ફેરવો નજર
ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.
વાયદા બજારમાં ભાવ
MCX પર સોનું આજે સવારે 10 વાગ્યાની આસપાસ 347 રૂપિયાની તેજી સાથે 77,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. જે કાલે ક્લોઝિંગ 76,693 ના સરખામણીમાં 0.45%ની તેજી છે. આ દરમિયાન જોકે ચાંદી થોડી સુસ્ત જોવા મળી. વાયદા ભાવમાં 89,990 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે જોવા મળી જેમાં 65 રૂપિયાની તેજી હતી. કાલે 89,925 રૂપિયા પર ચાંદી ક્લોઝ થઈ હતી.