મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આજે પ્રથમ બજેટ સંસદમાં રજૂ થતાની સાથે જ કોમોડિટી બજારમાં હાહાકાર મચ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાની બજેટ જાહેરાતમાં સોના અને ચાંદી પર બેઝિક કસ્ટમ ડ્યૂટી ઘટાડી છે. હવે સોના અને ચાંદી પર બેઝિક કસ્ટમ ડ્યૂટી ઘટીને 15%થી 6% થઈ ગઈ છે. બજેટની જાહેરાત બાદ સોનામાં 2000 રૂપિયા અને ચાંદીમાં 3000 રૂપિયા તૂટતા જોવા મળ્યા. જાહેરાત બાદ MCX પર સોનું જબરદસ્ત તૂટ્યું. જોકે થોડા સમય બાદ રિકવરી જોવા મળી. જાણો લેટેસ્ટ રેટ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MCX પર શું છે ભાવ
સવારે કારોબાર શરૂ થતા સોના અને ચાંદીના  ભાવ ગગડેલા જોવા મળ્યા હતા. સોનું 72,500 રૂપિયાના સ્તર પર પહોંચ્યું હતું. જ્યારે ચાંદી 89,000 થી નીચેના સ્તર પર જોવા મળી હતી. ભારતીય વાયદા બજાર (MCX)માં સોનું આજે સવારે 176 રૂપિયાના ઘટાડા સાથે 72,542 રૂપિયા પ્રતિ 10  ગ્રામ જોવા મળ્યું હતું. ગઈ કાલે 72,718 રૂપિયા પર બંધ થયું હતું. ચાંદી પણ 338 રૂપિયા ગગડીને 88,865 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળી હતી. કાલે તે 89,203 પર બંધ થઈ હતી. જો કે બજેટની જાહેરાતો બાદ સોનું 2,000 રૂપિયા ગગડી ગયું અને ચાંદીનો ભાવ 3,000 રૂપિયાથી વધુ  તૂટ્યો. જાહેરાત બાદ MCX પર સોનું 2,036 રૂપિયા તૂટીને 70,682 રૂપિયા પર પહોંચી ગયું. જ્યારે ચાંદી આ દરમિયાન 3,000 રૂપિયા તૂટીને 86,000 ના લેવલ પર પહોંચી ગઈ હતી. જો કે થોડીવાર બાદ રિકવરીનો માહોલ જોવા મળ્યો. 


બજેટમાં શું થઈ જાહેરાત
બજેટમાં અનેક ચીજો પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી જેથી કરીને વસ્તુઓ સસ્તી થઈ શકે. સોના અને ચાંદીની કસ્ટમ ડ્યુટીમાં પણ ઘટાડો  કરવામાં આવ્યો છે. ત્યારબાદ હવે કેટલી થશે કસ્ટમ ડ્યુટી તે પણ જાણો


વસ્તુ                      કસ્ટમ ડ્યુટી
સોનું                           6%
ચાંદી                           6%
પ્લેટિનમ                      6.4%
સોના પર BCD             15% થી ઘટાડીને 6%


શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે ઓપનિંગ રેટમાં 609 રૂપિયાનો જોરદાર કડાકો જોવા મળ્યો અને ભાવ 72,609 રૂપિયા પર પહોંચ્યો.  કાલે 73,218 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે 916 પ્યોરિટીવાળા 10 ગ્રામ ગોલ્ડની કિંમત 558 રૂપિયા તૂટીને 66,510 રૂપિયાના સ્તર પર પહોંચી જે કાલે 67,068 પર ક્લોઝ થઈ હતી. 


ચાંદીની વાત કરીએ તો ચાંદી કાલે 88,196 પર ક્લોઝ થઈ હતી જે આજે ઓપનિંગ રેટમાં 620 રૂપિયા ગગડીને 87,576 રૂપિયાના સ્તર પર પહોંચી ગઈ છે. આમ સોના અને ચાંદીમાં જબરદસ્ત કડાકા જોવા મળ્યા છે. 


[[{"fid":"573501","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.