Gold Rate Today: લગ્નગાળો શરૂ થવાની તૈયારી...તે પહેલા ધડામ થયા સોનાના ભાવ, લેવાનું વિચારતા હોવ તો ચેક કરો લેટેસ્ટ રેટ
બુલિયન માર્કેટમાં સુસ્તીનો દોર ચાલુ છે. જ્યારે વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવ સ્થિર છે. કારણ કે ગ્લોબલ માર્કેટમાં પણ બંનેના ભાવમાં વધુ એક્શન નથી. એકબાજુ વાયદા બજારમાં મામૂલી તેજી છે તો બુલિયન માર્કેટમાં સોનામાં મંદી જોવા મળી રહી છે. લગ્નગાળામાં જો તમે પણ સોનું અને ચાંદી લેવાનું વિચારતા હોવ તો ખાસ ચેક કરો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ....
Gold-Silver Rate Today: બુલિયન માર્કેટમાં સુસ્તીનો દોર ચાલુ છે. જ્યારે વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવ સ્થિર છે. કારણ કે ગ્લોબલ માર્કેટમાં પણ બંનેના ભાવમાં વધુ એક્શન નથી. એકબાજુ વાયદા બજારમાં મામૂલી તેજી છે તો બુલિયન માર્કેટમાં સોનામાં મંદી જોવા મળી રહી છે. લગ્નગાળામાં જો તમે પણ સોનું અને ચાંદી લેવાનું વિચારતા હોવ તો ખાસ ચેક કરો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ....
વાયદા બજારમાં ભાવ
ઘરેલુ વાયદા બજારમાં સોનાના ભાવમાં હળવી તેજી જોવા મળી રહી છે. MCX પર ભાવ લગભગ 100 રૂપિયા જેટલો વધ્યો છે. તેનો ભાવ 61,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે. ગ્લોબલ માર્કેટમાં પણ સોનાનો ભાવ 1995 ડોલરની નજીક છે. હાલ ભાવમાં લગભગ 5 ડોલરની તેજી જોવા મળી રહી છે. અત્રે જણાવવાનું કે Thanksgiving Day ના અવસરે આજે અમેરિકી માર્કેટ બંધ રહેશે.
ઈન્ટરનેશનલ બજારમાં ભાવ
ઈન્ટરનેશનલ સ્પોટ માર્કેટમાં સોનું અને ચાંદીના ભાવમાં જોરદાર એક્શન જોવા મળી રહી છે. કોમેક્સ પર સોનાનો ભાવ 2000 ડોલરથી નીચે ગગડ્યો છે. અમેરિકી બોન્ડ યીલ્ડમાં નરમીના પગલે બુલિયન માર્કેટમાં નરમી જોવા મળી છે. હાલ કોમેક્સ પર સોનાનો ભાવ 1996 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 23.75 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યા છે.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 142 રૂપિયા ગગડીને 61474 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું સોનું 130 રૂપિયા ગગડીને 56310 રૂપિયાની સપાટીએ પહોંચ્યું છે. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ મામૂલી ઘટાડો જોવા મળ્યો છે. હાલ ચાંદી પ્રતિ કિલો 285 રૂપિયા તૂટીને 73180 રૂપિયાના સ્તરે છે.
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
કેવી રીતે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાના ભાવ ઘણું ઘરું બજારમાં સોનાની ડિમાન્ડ અને સપ્લાયના આધારે નક્કી થાય છે. સોનાની માંગણી વધશે તો રેટ પણ વધશે. ગોલ્ડનો સપ્લાય વધશે તો ભાવ ઘટશે. સોનાની કિંમત વૈશ્વિક આર્થિક સ્થિતિઓથી પણ પ્રભાવિત થાય છે. દાખલા તરીકે જો ઈન્ટરનેશનલ ઈકોનોમી ખરાબ પ્રદર્શન કરી રહી છે તો રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે ગોલ્ડમાં રોકાણ કરશે. તેનાથી સોનાની કિંમત વધી જશે.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube