Gold Rate Today: જો જો તક ચૂકી ન જતા..સોનામાં આજે પણ જોરદાર કડાકો, ચાંદી પણ ભયંકર તૂટી, લેટેસ્ટ રેટ ખાસ જાણો
Gold Price Today 26th June: કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં આજે જબરદસ્ત મોટો કડાકો જોવા મળ્યો છે. જો તમે લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ રેટ ખાસ જાણો. નહીં તો પસ્તાવવાનો વારો ન આવે.....
Gold Price Today 26th June: શરાફા બજાર અને કોમોડિટી બજારમાં સુસ્તીવાળો માહોલ આજે પણ જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદીમાં સવારે પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું 71,400 થી નીચે જતું રહ્યું છે. જ્યારે ચાંદીએ પોતાના રેકોર્ડ હાઈથી 10,000 રૂપિયા સસ્તી થઈ ચૂકી છે. શરાફા બજાર અને કોમોડિટી બજારમાં સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ જાણો.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. આજે ઓપનિંગ રેટમાં 487 રૂપિયા ઘટાડો જોવા મળ્યો અને ભાવ 71252 રૂપિયા પર પહોચ્યો છે. ગઈ કાલે ક્લોઝિંગ રેટ 71739 રૂપિયા હતો. 916 પ્યોરિટીવાળા 10 ગ્રામ ગોલ્ડમાં 446 રૂપિયાના તૂટ્યા અને ભાવ 65267 રૂપિયા થયો. કાલે ક્લોઝિંગ રેટમાં ભાવ 65713 રૂપિયા જોવા મળ્યો હતો.
ચાંદીમાં પણ મોટો કડાકો જોવા મળ્યો છે. કાલે 88515 રૂપિયા પર ક્લોઝ થયેલી ચાંદી આજે 1945 રૂપિયા તૂટીને ઓપનિંગ રેટમાં 86570 રૂપિયાના સ્તરે પહોંચી. સોના અને ચાંદીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે.
[[{"fid":"565762","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
MCX પર ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સવારે સોનું કાલના ક્લોઝિંગ 71,467 રૂપિયાની સરખામણીમાં હળવો વધારો લઈને 71500 રૂપિયા પર ખુલ્યો હતો. પરંતુ ત્યારબાદ તેમાં 100 રૂપિયા કરતા પણ વધુનો ઘટાડો થયો અને ભાવ 71,390 રૂપિયાની આજુબાજુ પહોંચી ગયો. પછી ઉતાર ચડાવ સાથે ટ્રેડિંગ થતું જોવા મળ્યું. ચાંદીની વાત કરીએ તો ચાંદી ઘટાડા સાથે ટ્રેડ થઈ રહી હતી. મેટલ કાલે ક્લોઝિંગમાં 86,937 રૂપિયાની સરખામણીમાં 87,032 પર ખુલી હતી અને 87,125 સુધી પહોંચી પરંતુ ત્યારબાદ તૂટી જતા 86,770 પર પહોંચી. સવારે 10 વાગ્યાની આજુબાજુ તેમાં 121 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં તૂટ્યા ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનામાં સુસ્તી જોવા મળી હતી. ડોલરમાં તેજી અને બોન્ડ યીલ્ડમાં સ્થિરતા આવવાના પગલે સોનું ગગડી ગયું. સ્પોટ ગોલ્ડ 0.4 ટકા તૂટીને 2,323 ડોલર પ્રતિ ઔંસ પર નોંધાયું. યુએસ ગોલ્ડ ફ્યૂચર 0.4 ટકા તૂટીને 2,335 ડોલર પ્રતિ ઔંસ પર ગયું. ડોલર 0.2 ટકા ચડ્યો હતો. જેના કારણે સોનું બીજી કરન્સીની સરખામણીએ સસ્તું થયું. ટ્રેડર્સનું ધ્યાન હવે આ સપ્તાહના અંતમાં આવનારા અમેરિકાના આર્થિક આંકડા પર છે. જેમાં અમેરિકાની જીડીપીના આંકડા પણ સામેલ છે.
ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.