બુલિયન માર્કેટમાં હાલ ખુબ નરમાઈ ચાલી રહી છે. કારણ કે ડોલર ઈન્ડેક્સ અને અમેરિકી બોન્ડ યીલ્ડમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આ કારણ છે કે MCX પર સોના અને ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. શરાફા બજારમાં પણ સોના અને ચાંદીમાં જબરદસ્ત કડાકો જોવા મળી રહ્યો છે. જાણો સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MCX પર સોનું
MCX પર સોનું અને ચાંદી તૂટતા જોવા મળ્યા. સોનાના ભાવ 153 રૂપિયાના ઘટાડા સાથે 58279 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યા. જ્યારે ચાંદી પણ 628 રૂપિયા સસ્તી થઈ અને તેનો ભાવ પ્રતિ કિલો 71149 રૂપિયાના સ્તરે પહોંચી ગયો. 


શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 322 રૂપિયા તૂટીને આજે 58611 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું ગોલ્ડ 295 રૂપિયા ઘટીને 53688 રૂપિયાના સ્તરે છે. ચાંદીની વાત કરીએ તો ચાંદી પણ હાલ 537 રૂપિયાના ઘટાડા સાથે 71020 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે છે. 



ઈન્ટરનેશનલ માર્કેટમાં ભાવ
ઈન્ટરનેશનલ સ્પોટ માર્કેટમાં પણ સોના અને ચાંદીના ભાવ તૂટ્યા છે. ડોલર અને બોન્ડ યીલ્ડમાં ઉછાળાથી બુલિયન માર્કેટમાં દબાણ જોવા મળી રહ્યું છે. કોમેક્સ પર સોનાનો ભાવ 1915 ડોલર પ્રતિ ઓંસ પર ટ્રેડ કરી રહ્યો છે. ચાંદીનો ભાવ પણ 23 ડોલરની નીચે ગગડ્યો છે. 


નિષ્ણાંતોના મત
પૃથ્વી ફિનમાર્ટના મનોજ કુમારના જણાવ્યાં મુજબ ચાંદીના ભાવ વધુ તૂટશે. આથી રોકાણકારોને વેચાવલીનો મત છે. MCX પર ચાંદીમાં 72200 રૂપિયાના સ્ટોપ લોસ સાથે વેચાવલી કરવી જોઈએ. તેનો  ભાવ 71000 રૂપિયા પ્રતિ કિલો સુધી જઈ શકે છે. 


મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube