Gold Rate Today: સોના અને ચાંદીમાં જોવા ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે આજે શું છે 10 ગ્રામ સોનાનો ભાવ? ખાસ જાણો
Gold-Silver Price 28 February 2024:આજે જ્યારે સવારે બજાર ખુલ્યું તો સોનાના ભાવ સામાન્ય ઘટાડા સાથે જોવા મળ્યા હતા. ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો. જાણો સોના અને ચાંદીના ભાવ...
Gold-Silver Price 28 February 2024: સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. જો કે ગઈ કાલે સોનામાં સામાન્ય ફેરફાર જોવા મળ્યો હતો જ્યારે ચાંદીમાં 500 રૂપિયા જેવો વધારો જોવા મળ્યો હતો. આજે જ્યારે સવારે બજાર ખુલ્યું તો સોનાના ભાવ સામાન્ય ઘટાડા સાથે જોવા મળ્યા હતા. ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો. જાણો સોના અને ચાંદીના ભાવ...
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે સવારે બજાર ખુલ્યું ત્યારે 20 રૂપિયા તૂટીને 62251 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 18 રૂપિયા તૂટીને 57022 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું. ચાંદીની વાત કરીએ તો સવારે ચાંદી 466 રૂપિયા તૂટીને 69436 રૂપિયાની સપાટીએ જોવા મળી. એસોસિએશન દ્વારા સાંજે ફરીથી ભાવ જાહેર કરવામાં આવે છે.
84 પૈસાના આ શેર પર તૂટી પડ્યા રોકાણકારો, 89% સસ્તો જોવા મળી રહ્યો છે ભાવ
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
પતિ અબજોપતિ, જમાઈ પ્રધાનમંત્રીઃ 36,000 કરોડની સંપતિ, છતાં 30 વર્ષથી નથી ખરીદી સાડી!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube